કાંકરેજ તાલુકાના તાણા ગામમાં અનોખી પરંપરા… શ્રી ચામુંડા માતાજીના મંદિરે ઉજાણી મહોત્સવમાં શ્રધ્ધાળુઓ ઉમટયા.

0
25

… …..સંવંત ૧૯૦૭માં ઉંઝાથી પાટીદારો તાંણા રહેવા આવ્યા હતા.અને તે સમયે તળાવમાં ખોદકામ દરમ્યાન માતાજીએ સ્વપ્નામાં એક પાટીદારને કહ્યું કે તળાવમાં મારી મુર્તિ દટાયેલી છે.તેની પ્રતિષ્ઠા કરજો…..

કાંકરેજ તાલુકાના ઘેઘૂરવડના નામે પ્રખ્યાત તાંણા ગામે ઐતિહાસિક શ્રી ચામુંડા માતાજી નુ મંદિર આવેલ છે.આ મંદીરે દર વર્ષે મહાસુદ-૭ ના દિવસે માતાજીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.ગુજરાત ભરમાં વસતા તાંણા ગામના ગ્રામજનો માતાજીની માંનતા પુરી કરવા તથા ઉજવણીમાં અચુક પધારે છે.શ્રી ચાંમુડા માતાના મંદીરે પરંપરા ગત ગઈ કાલ સંવત ૨૦૭૮ ના મહાસુદ – ૭ ને સોમવાર તા.૦૭/૦૨/૨૦૨૨ના તાંણા ગામના અઢારેય વર્ણના પરિવાર સવારે પોત-પોતાના નિવાસેથી સીધુ સામાન મોટા સૂંડલામાં લઈ માતાજીના મંદીરે જઈ માતાજીના મંદીરે પરીવાર સાથે લાડુ-સુખડી,દાળ,ભાત, શાક્નો પ્રસાદ બનાવી માતાજીને નૈવેધ ધરાવેલ.ત્યાર બાદ સમૂહમાં ભોજન પ્રસાદ લઈ સાંજે ૫ કલાકે આરતી ઉતારી સૌ પોત પોતાના નિવાસે પરત આવેલ. દિવસ દરમ્યાન તાણામાં મેળા જેવો માહોલ હોય હતો.આ પાવન પ્રસંગે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી તથા કાંકરેજ તાલુકા ધારા સભ્ય અને ખારીયાના પનોતાપુત્ર કીર્તિસિંહ પી.વાઘેલા, તાણા સરપંચ દશરથભાઈ આઈ. ઠક્કર,પૂર્વ-સરપંચ ગીરીશભાઈ એ.પટેલ,તેજાભાઈ દેસાઈ વડા, નિરંજનભાઈ એ.ઠક્કર,જીવદયા પ્રેમી હરિભાઈ જોષી,રસિકભાઈ પટેલ,હેમાભાઈ વાઘેલા નિવૃત શિક્ષક તાણાં,ગીરીશભાઈ વાઘેલા (પરમાર) તેમજ નામી-અનામી દરેક ભાવિક ભક્તોએ માતાજી દર્શન કરી ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here