કાંકરેજ તાલુકાના તાંતિયાણા ગામ પંચાયત અને હેલ્થ & વેલનેસ સેન્ટર-તાતીયાણા દ્વારા ગામને સેનેટાઇઝર કરવામાં આવ્યું…

0
364
આજે કોરોના જેવી વૈશ્વિક મહામારીને પહોંચી વળવા ગામ લેવલે આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા ગામ ને સેનેટાઇઝ કરવામાં આવ્યું જેમાં સરપંચ શ્રી પેથાજી મેલાજી રણાવાડીયા દ્વારા ગામ લોકોને અપિલ કરવામાં આવી કે ગામમાં સામાજિક મેળાવડા બંધ કરીને વધતાં જતાં કેસો ઉપર નિયંત્રણ લાવી શકાય,તાવ,શરદી, ઉધરસ લક્ષણો વાળા દર્દીએ ઘર માં આઇસોલેટ થઇ ઘરગથ્થું ઉપચાર કરી સ્વસ્થ થઇ શકે છે.કોરોના થી ગભરાવવાની જરૂર નથી પણ સાવચેતી રાખવી જરૂરી છે જેમાં સાબુથી હાથ ધોવા, માસ્ક ફરજિયાત પહેરવું,કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં અને સેનેટાઇઝર નો ઉપયોગ કરવો.ગામમા સેનેટાઇઝ કરવામાં આવ્યું જેમાં સરપંચ શ્રી પેથાજી રણાવાડીયા, તલાટી કમ મંત્રી શ્રી ભરતભાઈ ખેર,સેનેટાઝર દાતા-મુકેશભાઇ ઠક્કર, આરોગ્ય કાર્યકર-સુબાજી ખાખલેચા, પંચાયત પટાવાળા- જેસુગજી કમાળિયા,અને ગામના તમામ યુવકો દ્વારા દરેક ફળિયા માં છંટકાવ કરવામાં આવ્યો વધુમાં તાંતિયાણા યુવક મંડળ અને હેલ્થ & વેલનેસ સેન્ટર ના સહયોગથી ફરીથી ગામમાં ટુંક સમયમાં ત્રીજી વખત આયુર્વેદીક ઉકાળાનું આયોજન કરવામાં આવશે અને પરિસ્થિતી જોઈને જરૂર લાગશે તો ગામને ફરીથી ૧૫ દિવસે સેનેટાઇઝ કરવામાં આવશે..
વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here