કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામમાં ગ્રામસભા નુંઆયોજન કરવામાં આવ્યું . જે- જે ગામની સમસ્યા છે . તળાવો ઉંડા કરવા , પાણી ની તેમજ જે મોટી અને નાની સમસ્યા હોય તે તલાટી અને સરપંચ દ્વારા ચર્ચા વિચારણા કરવા માં આવી અને ગ્રામપંચાયત દ્રારા તાત્કાલિક ધોરણે નીકારણ લાવશે તેવી તલાટી દ્વારા ખાતરી આપવા માં આવી તેમજ covind – 19 રસી વિશે સમજણ આપવામાં આવી. અને પોષણ અભિયાન 2021નું આયોજન કરી પોષણ વિશે સમજણ આપવામાં આવી મુખ્ય સેવિકા દ્વારા ઇન્ચાર્જ શ્રી શિલ્પાબેન દરજી , દ્વારા લોકો ને માહિતી આપવામાં આવી તેમજ સી. ડી. પી.ઓ, તલાટી શ્રી, તમામ કાર્યકર , ગામના આશાવર્કર , આરોગ્ય માંથી f h w શ્રી રાઠોડ અંજલિબેન ,m p h w. અનિલભાઈ ચોધરી તેમજ ગામના સરપંચ અને આગેવાનો બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તેમજ તલાટી ક્રમ મંત્રી પ્રકાશભાઈ ચોધરી દ્વારા ગામની વસ્તીની ગણતરી કરી મુજબ જે લોકો ને વેક્સિન નથી લીધી તેમને કાર્યક્રમ માં બોલાવી વેક્સિન આપવામાંઆવી અને જે ટાર્ગેટ હતો તે ગામ માં પૂરો કરવા આહવાન કરવામાં આવ્યું. જેમાં ડુંગરાસણ ગામની કુલવસ્તી- 4272 છે. જે તેમને 3102 લોકોને વેક્સિન આપવા ટાર્ગેટ મળેલ છે જેમાંથી 90.ટકા વેક્સિન નું કામ તેમની ટિમ દ્વારા પૂરું કરવા માં આવ્યું હતું. અને કાર્યક્રમ ને સફળ બનાવવા માં આવ્યો હતો…અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર… કાંકરેજ બનાસકાંઠા