કાંકરેજ તાલુકાના ચાંગા ગામે ભારત માતાની રક્ષા કરી ઘરે પરત ફરતાં નવયુવાનનું સ્વાગત કરવામાં આવ્યુ..

0
77

કાંકરેજ તાલુકાના ચાંગા ગામનું ગૌરવ એવા ચૌધરી દશરથભાઈ પેથાભાઇ ભારત માતાની રક્ષા માટે 17 વર્ષ સેવા પૂરી કરી જે આજરોજ ચાંગા ગામે પરત ફરતા ગામના લોકો દ્વારા હૃદયપૂર્વક ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં કાંકરેજ તાલુકાના ધારાસભ્યશ્રી કિર્તીસિંહ વાઘેલા તેમજ એપીએમસી ચેરમેનશ્રી અણદાભાઇ પટેલ, બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ડાયાભાઈ પિલિયતર, તાલુકા ભાજપ પ્રમુખશ્રી ઇશ્વરભાઇ પટેલ, શ્રી યશપાલસિંહ વાઘેલા, કોર્પોરેટરશ્રી થરા નગરપાલિકા રમેશભાઈ પ્રજાપતિ, સંયોજકશ્રી સ્વામી વિવેકાનંદ યુવા મંડળ કાંકરેજ તેમજ તાલુકાના આગેવાનો યુવાનો વડીલો અને સમસ્ત ગ્રામજનોએ હૃદયપૂર્વક સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

વેલાભાઇ પરમાર
BG News
કાંકરેજ(બનાસકાંઠા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here