કાંકરેજ તાલુકાના ચાંગા ગામે રોહિત સમાજ પરગણા ના બંધારણ વિશે મિટિંગ યોજવામાં આવી….

0
8

કાંકરેજ તાલુકાના ચાંગા ગામે રોહિત સમાજ પરગણા ના ભાઈઓ દ્વારા પ્રથમ મિટિંગ ટોટાણા ગામે યોજાઈ ગઈ હતી ત્યાર બાદ આજ રોજ ચાંગા ખાતે બીજી મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોહિત સમાજ ના 21 પરગણા ના સમસ્ત ભાઈઓ ને ચાંગા ગામ ની બાલિકા ઓ દ્વારા નાળિયેર કળશ દ્વાર સમસ્ત ગત નાચગંગા ને કંકુ તિલક કરી અબીલ ગુલાલ અને ચોખા થી વધાવી 6 ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ટોટાણા ના રતનાભાઈ ચાચાની દ્વારા કમિટીની રચના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં કાંકરેજ તાલુકાના 21 રોહિત સમાજ પરગણા ના પ્રમુખ શ્રી રતનાભાઇ ચાચાની ટોટાણા, ની વરણી કરવામાં આવી હતી જેમાં ઉપ પ્રમુખ તેમજ મહામંત્રી તરીકે મહેશભાઈ ચાંગા અને ખનાજચી તરીકે રામજીભાઈ ભાવનગર ની વરણી કરવામાં આવી હતી તેમજ સંગઠન મંત્રી ઓ ની વરણી કરવામાં આવી હતી.. જેમાં કાંકરેજ તાલુકાના ટોટાણા.ભલગામ ,રાણકપુર, આબલુંન, ભાવનગર, સવપુરા, શિયા, ભદ્રિવાડી, શિરવાડા, ઈશરવા, સુદ્રોસન, જેવા 21 ગામના રોહિત સમાજ ના પરગણા ના બંધારણ વિસે ત્રીજી મિટિંગ નું આયોજન પણ કરવામાં આવશે. ત્યાર બાદ રોહિત સમાજ ના ભાઈઓ સાથે એકબીજા ના ખભે ખભો મિલાવીને કામ કરવા ની ઉત્સાહના જોવા મળી હતી ત્યાર બાદ શઉં ભાઈઓ સાથે મળી ને ભોજન પ્રસાદ કરી ને સહુ ભાઈઓ રવાના થયા હતા….

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર ..કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here