કાંકરેજ તાલુકાના ખોડા અંબા જીનિંગ ખાતે ભજન સત્સંગ કાર્યક્રમસાથે પત્રકાર સન્માન સમારોહ યોજાયો

0
7

કાંકરેજ તાલુકાના ખોડા સરપંચ શ્રી માધાભાઇ પટેલ અને સામાજીક કાર્યકર તેમજ પરમ પૂજ્ય શ્રી પાંડુરંગ શાસ્ત્રીજી ના સ્વધાય પરીવાર ના વિચાર ધરાવતા યુવા નેતા દિનેશભાઈ માધાભાઇ પટેલ દ્વારા ખોડા ગ્રામ પંચાયત સરપં ચ દ્વારા અંબા જીનિંગ માં ભજન સત્સંગ કાર્યક્રમ અંતર્ગત કાંકરેજ તાલુકાના પત્રકાર મીત્રો નું ફૂલહાર તેમજ સાલ ઓઢાડી ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું તે બદલ વિશ્વની ચોથી જાગીર ની કદર કરનાર વ્યક્તિ ને મીડિયા ના હેમુભા વાઘેલા અને ગોવિંદ ચોધરી.દ્વારા માધાભાઇ પટેલ સરપંચ શ્રી ખોડા અને દિનેશભાઈ પટેલ નું પણ ફૂલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં એક સામાજીક કાર્યકર તેમજ ખોડા સરપંચ ધાર્મિક કાર્યો માટે ખુબજ સરસ રીતે કામગીરી કરી રહ્યા છે ત્યારે દરેક સ્થળે પત્રકારો નું સન્માન કરવામાં આવે છે પરંતુ આ વખતે કંઈક અલગ અંદાજ માં સમગ્ર કાંકરેજ તાલુકાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા મિત્રો સાથે મિટિંગ કરી ને પોતાના અંતર ની વાત કરી હતી જેમાં સ્વાધ્યાય પરિવાર ના સભ્ય હોવાથી તેમના ઉચ્ચ વિચારો માં વ્યસન મુક્તિ. સામાજીક કુરિવાજો. નારી તું નારાયણી દુર્ગા નું સન્માન. તેમજ લોકહિત માટે સતત સક્રિય ભૂમિકા અદા કરી ને લોકોના પ્રશ્નોને વાચા આપતું મીડિયા પર અતૂટ વિશ્વાસ રાખીને પોતાના પિતાશ્રી માધાભાઇ પટેલ એ પાંચ વર્ષ સુધી કામ કરી ને ખોડા ગ્રામ લોકો ના દિલ જીતી લીધાં છે અને હવે ટૂંક સમયમાં 2022ની ચુંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કાંકરેજ તાલુકાના નાનોટા અંબા જીનિંગ માં ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે સંત શ્રી શ્યામપ્રકાશ બાપુ. મોતિવન મહારાજ. મહંત શ્રી હરેશગિરિ. દીયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલા (સરપંચ દીયોદર) બાબુભાઈ ચૌધરી. રાયમલભાઈ પટેલ. બાબુભાઈ નારણભાઈ(નચિકેતા પ્રમુખ) પ્રકાશભાઈ પટેલ (ડેલિગેટ) તેમજ સંગીત ટીમ. ગુરુકૃપા સાઉન્ડ ના ધનાભાઇ પંચાલ (ખસા) ગાયક કલાકાર મેઘરાજ ચોધરી સહિત મોટી સંખ્યામાં ભાવિક ભકતો ઉમટી પડ્યા હતા અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ને ભજન સત્સંગ નો લાભ લીધો હતો જેમાં એક સંત મહાપુરુષોના વચનો આપતા કહ્યું છે કે”જનની જાણે તો ત્રણ જણને કાં ભક્ત દાતાર કે શૂરવીર નહિતર રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર” પંખી પાની પીને સે ઘટે ના સરિતા નીર ધર્મ કરે ધન ના ઘટે જેને સહાય કરે રઘુવીર. આ સત્ય સનાતન ધર્મ ની વાતો છે અને હકીકત છે. ત્યારે આસો સુદ પૂનમ શરદ પૂર્ણિમા પર્વ પર ખોડા સરપંચ દ્વારા કાંકરેજ તાલુકાના પત્રકાર મીત્રો નું સન્માન સમારોહ સાથે ચોથી જાગીર નું ઋણ અદા કરી ને એક નવી રાહ ચીંધી છે ત્યારે હવે આ કાર્યક્રમને કાંકરેજ તાલુકાના દરેક રાજકીય આગેવાનો અને ગ્રામ પંચાયત સરપંચો. તાલુકા પંચાયત સદસ્યો અને જીલ્લા પંચાયત સદસ્યો એ નોંધ લેવી જરૂરી છે જોકે હવે ટૂંક સમય માં વર્ષ 2022 ની ગ્રામ પંચાયત ની ચુંટણી તેમજ વિધાનસભા ની ચુંટણી ઓ નજીક આવી રહી છે ત્યારે મીડિયા દ્વારા સચોટ ચિતાર રજૂ કરી ને કૉંગ્રેસ. ભાજપ. આમ આદમી પાર્ટી. તેમજ અન્ય રાજકીય પક્ષો માટે મીડિયા એ પબ્લિક. પોલીસ અને પોલીટિક્સ નો સેતુ સમાન બની રહેશે જેમાં આવનાર દિવસોમાં થરા નગરપાલિકા ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવશે જે તારીખ ૨૬/૧૦/૨૦૨૧ ના રોજ થરા નગરપાલિકા હોલમાં મિટિંગ યોજાશે. ત્યારે હવે ખોડા સરપંચ દ્વારા કરવામાં આવેલા પત્રકાર મિત્રો ના સન્માન સમારોહ બાબતે કોઈ રાજકીય નેતાઓ દ્વારા નોંધ લઈને પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવે તેવી આશા મીડિયા રાખી શકે છે કારણ કે તમે જયારે ચુંટણી માં મતદારો ને વચનો આપતા કહ્યું હશે કે અમે રોડ રસ્તા પાણી અને વિકાસ ના કામો કરી આપીશું ત્યારે હવે મીડિયા દ્વારા સચોટ ચિતાર રજૂ કરવા માટે દરેક રાજકીય નેતાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી ને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે તૈયાર થઈ ગયા છે.ખોડા ગ્રામ પંચાયત સરપંચ અને ગ્રામ લોકો નો મીડિયા દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન રામજીભાઈ પટેલ ખોડા અને બાબુભાઈ પટેલ સલીમગઢ દ્વારા કરવામાં આવ્યું હતું…

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here