કાંકરેજ તાલુકાના ખારીયા શાળાના આચાર્ય ના પુત્ર ના.જન્મ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને બટુક ભોજન આપવામાં આપ્યું..

0
7

કાંકરેજ તાલુકાના ખારીયા પે કેન્દ્ર શાળા ના આચાર્ય ઉણ ગામના વતની પ્રહલાદભાઈ. બી. પ્રજાપતિ ના સુપુત્ર મહર્ષિ ની જન્મ દિવસ નિમિત્તે આજરોજ તારીખ 11/10/2021 ને સોમવારના રોજ શાળાના વિદ્યાર્થીઓ તથા શિવશક્તિ હાઈસ્કુલ ના વિદ્યાર્થીઓ અને ખારીયા પે કેન્દ્ર ની તમામ શાળાઓના આચાર્યઓ તથા સ્ટાફને બટુક ભોજન આપવામાં આવ્યું હતું. આમંત્રણ માં પધારેલ ખારીયા ગામ ના પત્રકાર કાંકરેજ તાલુકા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ કનુજી ઠાકોર નું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું, શાળા આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ તેમજ શિક્ષક ગણ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરી શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હતી ત્યારે કોરોના મહામારી બાદ સ્કૂલો ચાલુ થઈ જતાં હવે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને સાથે સાથે આવા સંજોગોમાં જન્મ દિવસ નિમિતે યોજાયેલ બટુક ભોજન સમારંભ ની મોજ માણી ને ખુબ જ ખુશ થઈ ને બાળકો ઘરે આવી ને પોતાનાં માતાપિતા સાથે વાત કરી ને એક નવી રાહ ચીંધી બતાવે છે ત્યારે અવાર નવાર ખારીયા હાઇસ્કુલ તેમજ પ્રાથમિક શાળામાં બાળકોને બટુક ભોજન પ્રસાદ મળી રહે એવા ઉમદા હેતુ સાથે આચાર્ય દ્વારા શાળામાં બાળકોને બટુક ભોજન આપી ને પોતાના લાડકવાયા દીકરા ના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here