કાંકરેજ તાલુકાના ચાંગા ગામે દૂધ ડેરી ખાતે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)ની નોંધણી માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બેંક મિત્રના સહયોગથી ૮૦ થી વધારે ગ્રામજનોની ઉપરોક્ત જનહિતકારી યોજનાઓમાં નોંધણી કરવામાં આવી હતી તેમજ જરૂરી માહિતી પુરી પાડવામાં આવી હતી. ભાજપ કિસાન મોરચા, ગુજરાત પ્રદેશના કારોબારી સભ્ય શ્રી મહેશ દેસાઈ દ્વારા ગામના નાગરિકોને ઉપરોક્ત લાભ અપાવવા માટે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાંગા ડેરી સંચાલકો અને ગ્રામજનોએ ખુબ સારો સહયોગ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ કિસાન મોરચા દ્વારા ગુજરાતભરમાં ઉપરોક્ત યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે એ માટે ઝુંબેશ ચાલુ છે ત્યારે મોરચાના દરેક કાર્યકર્તાઓ પોતપોતાના વિસ્તારમાં આવા કેમ્પના આયોજન થકી મહત્તમ લોકોને સરકારી યોજનાના લાભ અપાવી સેવાકાર્ય કરી રહ્યા છે.
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા