કાંકરેજના અધગામ ગામે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અંતર્ગત વીમા કેમ્પ યોજાયો….

0
11

આજ રોજ અધગામ પ્રાથમિક શાળા ખાતે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)ની નોંધણી માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેંક ઓફ બરોડાના બેંક મિત્ર રાજેશ ચૌધરીએ ઉપસ્થિત રહી ઉપરોક્ત યોજનાઓમાં નોંધણી કરી હતી. અત્રે ઉપસ્થિત ભાજપ કિસાન મોરચા, ગુજરાત પ્રદેશના કારોબારી સભ્ય શ્રી મહેશ દેસાઈએ જણાવ્યું કે ભાજપ કિસાન મોરચા દ્વારા ગુજરાતભરમાં ઉપરોક્ત યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે એ માટે જે ઝુંબેશ ચાલુ છે એ અંતર્ગત આજે અધગામ મુકામે કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ. જે લોકોની આ યોજનાઓમાં નોંધણી કરવાની બાકી રહી ગઈ હોય એ જ્યાં પોતાનું બચત ખાતું ધરાવતા હોય ત્યાં જઈને એક સામાન્ય ફોર્મ ભરીને આ યોજનામાં નોંધણી કરાવી અને આ કલ્યાણકારી યોજનાનો લાભ લઇ શકે છે..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here