કલોલ સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કલોલ નગર દ્વારા કોરોના વોરિયર્ષ પોલીસકર્મીઓ, હોમગાર્ડ જવાન , આરોગ્ય કર્મીઓ , નગરપાલિકા કર્મીઓ , સફાઈ કામદાર મિત્રો ને રાખડી બાંધવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં નગરપાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલ સહિત સ્ટાફ, નાયબ મામલતદાર પ્રવીણભાઈ પરમાર સહિત સ્ટાફ ,સિવિલ સુપ્રિટેનડેન્ટ ડો.ટાંક સાહેબ સહિત સ્ટાફ ,શહેર પી.આઈ. મજગુલ સાહેબ સહિત સ્ટાફ ને મહિલા કેન્દ્ર ની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી.
આ કાર્યક્રમ માં યુવા બોર્ડ કલોલ ના વાલી ભરતભાઈ સોલંકી , સંયોજક રાજન જાદવ, મહિલા સંયોજકો દેવયાની બેન ,અનિલાબેન , ઉષાબેન ,અરુણાબેન ,રીતુબેન , મીનાબેન,જ્યોત્સનાબેન , કુસુમબેન સહિત મહિલા કેન્દ્ર ના સભ્યો અને યુવા કેન્દ્ર સંયોજક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા..સંજય નાયક કલોલ