કલોલ માં 3 કલાક માં 3.36 ઇંચ ગાંધીનગર -માણસા માં 2 ઇંચ, જિલ્લાનો કુલ વરસાદ 48.87 ટકા વરસાદ છતાં હજી 52 ટકાની ઘટ

0
4

ઓગસ્ટ સુધીમાં માત્ર 24.85 ટકા વરસાદ થયો જયારે સપ્ટેમ્બર ના 10 દિવસ માં જ 24 ટકા નો વધારોગાંધીનગર ની સોસાયટી ઓ અને અંડરપાસ પાણી માં ગરકાવ થયાંજિલ્લાનો સરેરાશ વરસાદ માં સપ્ટેમ્બર મહિનાના માત્ર 10 દિવસ માં જ 24ટકાનો વધારો થયો છે. જોકે હજુ 52 ટકા વરસાદ ની ઘટ છે જિલ્લા માં અત્યાર સુધીમાં કુલ 14.84ટકા ઇંચ વરસાદ પાડ્યો છે ગણેશ ચતુર્થી ની મધ્યરાત્રી ના 2 કલાક થી સવાર ના 6 કલાક સુધી સરેરાસ કુલ 2 ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લા ના ચારેય તાલુકા માં સૌથી વધુ વરસાદ કલોલ તાલુકા માં 84 મી મી વરસાદ પડ્યો છે જયારે ગાંધીનગર માં 49 મિમિ માણસા માં 41 મિમિ અને દહેગામ માં 33 મિમિ વરસાદ પાડ્યો છે ઓગસ્ટ માસ સુધી માં જિલ્લા ના માંડ 24.85ટકા એટલે 190 મિમિ વરસાદ પડ્યો હોવાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની વેબસાઈટ પર થી જાણવા મળેલ છે.ચારેય તાલુકા માં 24 કલાક માં નોધયેલો વરસાદઃકલોલ 84 મિમિગાંધીનગર 49 મિમિમાણસા 42 મિમિદહેગામ 33 મિમિશનિવાર સાંજ સુધીમાં 4 ઇંચ ધોધમાર વરસાદ પડ્યોશનિવાર સવાર માં દોધમાર વરસાદ પડતા નીચાણવાડા વિસ્તારો તથા માર્ગો પાણી માં ગરકાવ થઇ ગયા હતા ધોધમાર વરસાદ ના કારણે જળબમ્બા્કાર ની સ્થિતિ સર્જાઈ હતી શહેરી વિસ્તાર માં પાણી ભરાતા સમસ્યા જોવા મળી હતી જયારે ખેતર માં સુકાતા પાકો ને નવજીવન મળું છે. કલોલ શહેરમાં શનિવારે પૂર્વ રાત્રી થી શનિવાર સાંજના 4 વાગ્યાં સુધી માં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો વરસાદ ને કારણે ટાવરચોક પાસે, બસસ્ટેન્ડ, અંડરબ્રિજ પાસે, વેપારીજીન વિસ્તાર માં જેવા માર્ગો પર પાણી ભરાયા હતાજયારે મળતી માહિતી અનુસાર કલોલ ના ઓસવાલ બ્રિજ પાસે સતત વરસાદ ના કારણે જોખમી ખાડા પડ્યા હતા આ ખાડાઓને લઈ શનિવારે દોઢ કલાક સુધી ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી આ ખાડાઓ ના કારણે એક એક્ટિવા ચાલક અકસ્માત નો ભોગ બનેલ જાણવા મળેલ છે જેને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવા માં આવેલ છે.આ વરસાદ થી ઠેર ઠેર પાણી ભરાયાં ના દ્રષ્યો સર્જાય હતા તો ક્યાંક અંડરપાસ અને ક્યાંક રહેણાંક વિસ્તાર માં પાણી ભરાય ના દ્રષ્યો સર્જાયાં હતા.જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here