કલોલ ના રણછોડપુરા મુકામે મોદી જી ની “મનકી બાત ‘ અને પ્લાસ્ટિક મુક્ત રણછોડપુરા કાર્યક્રમ યોજાયો

0
83

આજ રોજ કલોલ તાલુકા ના રણસોડપુરા ગામે માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો “મન કી બાત” નો કાર્યકમ યોજાયો સાથે વૃક્ષારોપણ, ગ્રામ જનોને રોપા વિતરણ અને પ્લાસ્ટિક મુક્ત રણસોડપુરા થાય એ અભિયાન સાથે ગુજરાત પ્રદેશ મંત્રી, ગાંધીનગર જિલ્લા પ્રભારી અને પ્રદેશ યુવા મોરચા પ્રભારી પંકજભાઈ ચૌધરી, ગાંધીનગર જિલ્લા પૂર્વ અધ્યક્ષ નૈલેશભાઈ શાહ, કલોલ તાલુકા સંગઠન મહામંત્રી જયેશજી ઠાકોર, તાલુકા ભાજપ સંગઠન પૂર્વ પ્રમુખ રમેશજી ઠાકોર, કલોલ તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા અર્પિતભાઈ પટેલ, રણસોડપુરા ના આગેવાનો, યુવા કાર્યકર્તા ઓ હાજર રહ્યા.

આ કાર્યક્રમ દરમ્યાન ગાંધીનગર પૂર્વ જિલ્લા અઘ્યક્ષ નૈલેશ ભાઈ શાહ દ્વારા વૃક્ષારોપણ કરી રણછોડપુરા અને ગામડાઓ ને પ્લાસ્ટિક મુક્ત કેવી રીતે કરવા જે વિષય પર સંબોધન કરું હતું સમગ્ર કાર્યક્મ દરમિયાન કોરોના ગાઈડ લાઈન નું પાલન કરવા માં આવ્યું હતું

(જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here