કલોલ ના ગણપતપુરા મુકામે અન્નકીટ વિતરણ

0
4

કલોલ તાલુકા ભાજપ અને લોકપ્રિય ગ્રુહમંત્રી અમિતભાઇ શાહ ના માધ્યમ થી અન્નકીટ વિતરણ મળતી માહિતી અનુસાર કલોલ તાલુકા ભાજપ સંગઠન દ્વારા એને ગાંધીનગર લોકસભા ના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઇ શાહ (ગૃહમંત્રી, ભારત સરકાર અને સહકાર મંત્રી)ના સહયોગથી કલોલ ના ગણપતપુરા ગામમાં અન્ન કીટ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

જરૂરિયાતમંદ પરિવારોને ૨૧ દિવસ ચાલે એટલું રાશન કીટ ના વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલોલ તાલુકાના મહામંત્રી જયેશજી ઠાકોર, ભુલાભાઈ દેસાઈ,વડસર સીટ ના ડેલિકેટ જસુજી,શૈલેષજી ઠાકોર,મનુજી દશરથજી ઠાકોર,વિક્રમજી સુરેશજી ઠાકોર,પરેશજી,રમેશજી હાજર રહ્યા હતા. અને ગ્રામજનો પણ હાજર રહ્યા હતા.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here