કલોલ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તેમજ કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા કલોલ નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કર્યું.

0
31

કલોલ નગરપાલિકા ના વિરોધ પક્ષના નેતા તેમજ કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા કલોલ નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કર્યું.


કલોલ રેલ્વે પૂર્વ વિસ્તારના સર્વોદય નગર છાપરા, ત્રીકમ નગર, શ્રેયસ સોસાયટી છાપરા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ઝાડા-ઊલટી ના કેસો રહ્યા છે.

જિલ્લા કલેકટર દ્વારા કલોલ નગરપાલિકા વિસ્તારના બે કિલોમીટર સુધી કોલેરા ગ્રસ્ત
જાહેર કરવામાં આવ્યો છે.

કોલેરા ગ્રસ્ત વિસ્તારમાં પીવાની તેમજ ગંદાપાણીની ગટર લાઈનો સાફ-સફાઈ તેમજ સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ કરવા માટે કલોલ વિપક્ષ ના નેતા
સાદુલ્લાખાન પઠાણ,ઉપનેતા ધનજી પરમાર,દંડક વિરોધ પક્ષ સંજયકુમાર આર.વાઘેલા, કલોલ નગરપાલિકા કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું.

સંજય નાયક
કલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here