ગાંધીનગર
કલોલ
કલોલ શહેરમાં દિનપ્રતિદિન તસ્કરો ત્રાટક્યા રહ્યા છે અને ચોરીના બનાવો વધી રહ્યા છે તે દરમિયાન કલોલ ના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને ત્યાં ગતરાતે તસ્કરો ત્રાટકયા હતા.
જેમાં તસ્કરો દ્વારા ધારાસભ્ય ના બંગલામાંથી તસ્કરો ત્રણ led TV, સોનાના દાગીના તેમજ બે લાખ રૃપિયા રોકડા રૂપિયા ચોરી કરીને નાસી જતા ગયા હતા.
સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તસ્કરોએ ચોરીની ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો તેની
તપાસ માં લાગી ગઈ છે. અને પોલીસ તપાસ દરમિયાન ધારાસભ્ય નાં બંગલાનાં મુખ્ય દરવાજા નું તાળું તોડી કુલ. રૂ 8.51લાખથી વધુની મત્તા ચોરાઈ હોવાનું સામે આવ્યું હતું.
કલોલનાં બંગલામાં તસ્કરો ત્રાટકયા હતા તે સમયે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર ગાંધીનગર મુકામે રોકાયા હતા.
ત્યારે હાલમાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ તેમજ ડોગ સ્કોડને બોલાવીને તસ્કરોનું પગેરૂ શોધવાની મથામણ કરી રહી છે.
સંજય નાયક