કલોલ તાલુકા ના ગામડા ઓ ના વિકાસ ને પ્રાધાન્ય

0
10

કલોલ તાલુકા ના ગામડા ઓ ના વિકાસ ને પ્રાધાન્ય

કલોલ તાલુકા ને આઠ કાચા માર્ગો નું ડામરકામ કરવા માં આવશે અને બે રોડ નું રીસરફ્રેસીન્ગ હાથ ધરાશે.

ગાંધીનગર જીલલા ના કલોલ તાલુકા ના વિવિધ ગામો ને જોડતા કાચા આઠ રોડ ને ડામરવાળા કરવા અને અને બે રોડ ને રીસફ્રેરેસીગ ની કામગીરી ને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આવરી લેવા માં આવ્યા છે.

રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી દ્વાર કલોલ તાલુકા ના વિવિધ ગામોના રોડ ના કામો માટે રૂપિયા 12.64 કરોડ ને મંજુર કરવા માં આવ્યા છે.જે હવે ચોમાસા ની ઋતુ બાદ હાથ ધરવામાં આવશે.

કોરોના કાળ વચ્ચે વિકાસ કાર્યો ને વેગ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ કામો ના લોકાર્પણ અને ખાત મુહર્ત ને વેગ આપવા માં આવી રહ્યા છે.તે વચ્ચે અગાઉ ગાંધીનગર જિલ્લા ની પાંચ વિધાનસભા બેઠક પૈકી માણસા,ગાંધીનગર( ઉત્તર ) ગાંધીનગર (દક્ષિણ )તથા દહેગામ માં રોડ રસ્તા માટે 10થી 20 કરોડ રૂપિયા ની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા આપવા માં આવી હતી.તયારે હવે કલોલ તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર ના મોટા રોડ માટે નવી રૂપિયા 12.64 કરોડ ની ગ્રાન્ટ આપવા માં આવી છે.આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે.

કલોલ તાલુકા ના કાંઠા થી નવા રોડ, ગોલથરા થી આમજા રોડ, શનાવડ થી જેઠલજ રોડ, રાંચારડા થી નાંદોલી રોડ, પાનસર થી વડુ રોડ, છત્રાલ થી ઇસંડ રોડ અને ડિગુચા થી ઝૂલાસણ રોડ નો સમાવેશ થાય છે.આ ઉપરાંત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વડુ થી કાંઠા વાયા નારોલ રોડ અને પાનસર થી ધમાસણા રોડ જેને રીસરફેસિંગ ની કામગીરી કરવા નુ પણ આયોજન કરવા માં આવ્યું છે.રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ દ્વારા કલોલ તાલુકા ના વિવિધ ગામોને જોડતા આઠ રોડ ને ડામર વાળા કરવા અને બે રેસરફ્રીસિંગ ની કામગીરી કરવા માટે ખર્ચ થનાર કુલ રૂપિયા 12.64 કરોડ ને મંજુર કરવા માં આવ્યા છે.ચોમાસુ પૂરું થયાં બાદ આ કામગીરી પૂર્ણ કરવા માં આવશે.

કલોલ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી સાથે વાત કરતા એમને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ની આ કામગીરી થી કલોલ તાલુકા ના ગામડા ઓમાં પરિવહન ઝડપી બનશે અને આવા કોરોના સમય માં પણ તાલુકા ઓ ના ગામડા ઓ માં વિકાસ ને વેગ મળશે.સરકાર ના આ કાર્ય થી પ્રજા માં ખુશી છે.મહામંત્રી જયેશ ભાઈ એ તાલુકા ની પ્રજા વતી અને તાલુકા ભાજપ સંગઠન તરફ થી ગુજરાત સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ
8780015424

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here