કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતેના યુવાઓની અનોખી પહેલ.

0
42

કલોલના નારદીપુર ગામ ને સ્વચ્છ બનાવવાનું અભિયાન ગામના શિવ ગ્રુપ ના યુવાનોએ ઝડપ્યું.

શિવ ગ્રુપના ૫૫ યુવાનોએ ગામ અને જાહેર સંસ્થા એટલે કે સ્મશાન .સરકારી હોસ્પિટલ .જેવી જાહેર સંસ્થા ને દર રવિવારે સ્વચ્છ બનાવવાનો સંકલ્પ કર્યો છે.

સ્વચ્છતા નો સંદેશા આપતા 70 થી વધારે બેનરો ગામમાં લગાવાયા.

બિનજરુરી ઉગેલા ઘાસ ચારા પર દવાનો છંટકાવ કર્યો.

કલોલ તાલુકાના નારદીપુર ગામ ને સ્વચ્છ બનાવવાનું અભિયાન શિવગ્રુપના એકજ ક્લાસ ના ૫૫ યુવાનોએ હાથ ધર્યું.

કલોલ નાં નારદીપુર ગામને સ્વચ્છ બનાવવાનું અભિયાન ગામના શિવ ગ્રુપ ના ૫૫ યુવાનોએ હાથ ધર્યું છે. શિવગ્રૂપના યુવાનો દ્વારા ગામમાં 70 થી વધારે સ્વચ્છતાનો સંદેશ આપતા સ્લોગન વાળા બેનરો લગાડવામાં આવ્યા છે. ગામમાં બિન જરૂરી ઉગેલા ઘાસચારા પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. નારદીપુર ગામના ૪૦ અને ગામના અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ૧૫ યુવાનોએ ગામને સ્વચ્છ બનાવવાનો સંકલ્પ કર્યો છે. આમાં ઘણા બધા યુવાનો વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને ધંધાદારી હોવા છતાં પોતાનું કામ પતાવીને વધેલા સમયમાં ગામને સ્વચ્છ બનાવવામાં પોતાનું યોગદાન આપે છે.

અને સ્મશાન માં પણ ચાલુ વરસાદે સફાઈ નું કામ કરી અને એક મોક્ષ ધામ ને પણ સ્વર્ગ જેવું બનાવવા શિવ ગ્રુપ ખૂબ રસ લઇ ગામ નો વિકાસ કરી રહ્યું છે .

સંજય નાયક
B G News
કલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here