કલોલ જાયન્ટ્સ દ્વારા સ્લમ વિસ્તારમાં નાસ્તાનું વિતરણ કરાયું

0
5

જાયન્ટ્સ ગ્રુપ ઑફ કલોલ મેઈન તથા કલોલ સાહેલી દ્વારા કલોલ મેઈનના પ્રમુખ જયેશભાઈ બારોટ તથા કલોલ સાહેલી ગ્રુપના પ્રમુખ અલ્પાબેન બારોટની દિકરી ચિ. રાજવીના જન્મદિન નિમીત્તે કેક કાપી સેલીબ્રેશન કરવામાં આવ્યું તથા જન્મદિનની ખુશીમાં સ્લમ વિસ્તારના બાળકોને નાસ્તાના પેકેટનું વિતરણ કરી ખુશીમાં સામેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ખુશીના આ અવસરમાં જીલ્લા કૉ ઑર્ડીનેટર ભરતભાઈ પટેલ, ગ્રુપ પ્રમુખ જયેશભાઈ બારોટ (ઍડવોકેટ), સાહેલી પ્રમુખ અલ્પાબેન બારોટ, આર.એમ. પટેલ, શરદભાઈ આચાર્ય, મીનાક્ષીબેન રામી, અંબાબેન પટેલ, કૈલાસબેન વ્યાસ, અલકાબેન રામી તથા ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા.

બનાસગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here