કલોલમાં મહિલા હોમ ગાર્ડ ને પર્સ મળતા તેના મૂળ માલિકને પરત કરેલ

0
5

કલોલમાં મહિલા હોમ ગાર્ડ ને પર્સ મળતા તેના મૂળ માલિકને પરત કરેલ


કલોલ તાલુકા હોમગાર્ડ યુનિટના કલોલ શહેર પો.સ્ટે ખાતે દિવસ ફરજ દરમિયાન ફરજ બજાવતા મહિલા હોમગાર્ડ ક
પ્રિયંકાબેન.આર.પરમાર નાઓ કોર્ટ સંકુલ ખાતે ફરજ પર આવતા ખુની બંગલા ચાર રસ્તા આગળથી એક નાનું પર્સ મળી આવેલ જે તેઓએ ત્યાં હાજર કલોલ યુનિટન ઓફિસર કમાન્ડિંગ એમ.કે.પરમાર ને સુપ્રત કરેલ જે પર્સ ચેક કરતા અંદરથી ₹.૧૧૩૦/૦૦ (અંકે રૂપિયા અગિયારસો ત્રીસ) રોકડા તથા અગત્યના ડોક્યુમેન્ટ આધાર કાર્ડ,ચુંટણી કાર્ડ,લાઇસન્સ, આર,સી બુક,તેમજ બેંકના એ.ટી.એમ કાર્ડ મળી આવેલ જે ડોક્યુમેન્ટના આધારે પર્સ ના મુળ માલીક રાવળ સુરેશભાઈ અમૃતભાઈ મૂળ રહેવાસી
ઝુલાસણ રાવળ વાસ તાલુકો
કડી જીલ્લો મહેસાણા નાઓ ને સ્થળ પર બોલાવી સુપ્રત કરેલ જે બદલ રાવળ સુરેશભાઈ એ મહિલા હોમગાર્ડ પ્રિયંકાબેન નો આભાર માનેલ આમ પ્રિયંકાબેને પ્રમાણિકતા નું ઉત્તમ ઉદાહરણ પુરું પાડી કલોલ યુનિટ નું ગૌરવ વધારેલ

સંજય નાયક
B G News
કલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here