કરા દેસાડ અને વટારીયામાં ઓવરહેડ ટાંકી બની પાઈપલાઈન રહી ગઈ.

0
23

કરા દેસાડ અને વટારીયામાં ઓવરહેડ ટાંકી બની પાઈપલાઈન રહી ગઈ.

કોન્ટ્રાક્ટરે પીવીસી પાઈપમાં ભાવ વધી જતાં કોન્ટ્રાકટ અધુરો રાખ્યો.

ત્રણેય ગામના આશરે 5 હજાર લોકોને ભર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારવા પડ્યા હતા.

    ત્રણ મહિનાથી ઓવરહેડ આરસીસીની ટાંકી બની ગઈ છે .પરંતુ વટારીયા, દેસાડ અને કરા ગામના લોકોને પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે કોન્ટ્રાક્ટર અને વાસ્મો વિભાગના અધિકારીઓની મિલીભગતને કારણે કોન્ટ્રકટરે પીવીસી પાઈપના ભાવ વધી જતાં સરકારી ટેન્ડરના નિયમોને નેવે મૂકી કોન્ટ્રાક્ટ છોડી પાઈપલાઈન નહિ કરી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડી ત્રણ ગામના આશરે 5 હજાર લોકોને ઉનાળે પાણી માટે વલખા મારતા કરી દીધા હતા.હવે સરકારે ઊંચા ભાવ આપી ફરીથી ટેન્ડર બહાર પાડી લાખો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
     વાલિયા તાલુકાના કરા , દેસાડ અને વટારીયામાં ઓવરહેડ ટાંકી બની પીવીસી પાઈપલાઈન નહિ બનતા ૯૦ દિવસ પહેલા તૈયાર થઈ ગયેલ ત્રણ ગામની ઓવરહેડ ટાંકી બની ગયેલ છે પરંતુ પાછળ પીવીસીની પાઈપ લાઈન હજુ કોન્ટ્રાક્ટરે નહીં બનાવતા નળમાં જળ એક ટીપુ પણ પડ્યું નથી અને આ યોજના પાછળ લાખો રૂપિયા પણ સરકારના પાણી પાછળ હાલ જતા રહ્યા એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાને આ ગામોના લોકોએ અવારનવાર રજૂઆતો કરી હતી જેથી તેમના પ્રયાસોથી તાત્કાલીક દેસાડ 24 લાખ,કરા 24.59 લાખ અને વટારીયામાં 24 લાખના ખર્ચે આ ટાંકીઓ બની હતી.
   આજે આ ત્રણેય ગામમાં ઓવરહેડ ટાંકી બનીને તૈયાર છે. પરંતુ કોન્ટ્રાક્ટરે અધૂરું કામ છોડી પીવીસી પાઈપલાઈન નહિ કરી ટેન્ડર પ્રક્રિયા મુજબ કામ નહીં કરી છોડીને જતો રહેતા તેની વિરૂધ્ધ કોઈ કાર્યવાહી નહિ કરી ઉલ્ટાનું બીજું ટેન્ડર ઊંચા ભાવનું બહાર પાડી અધિકારીઓએ પણ ભ્રષ્ટાચારમાં ભાગબટાય કરી હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે અને આ ભ્રષ્ટાચારની યોગ્ય ન્યાયિક તપાસ કરી જવાબદારોની ઉપર કાર્યવાહી કરવામાં આવે .સત્વરે આ ટેન્ડર મુજબની પાઈપલાઈન કરવામાં આવે અને સરકારની યોજના મુજબની કામગીરી થાય એવી લોક માંગણી છે.

બોક્ષ-1-
વાલિયા તાલુકાના કરા ,દેસાડ અને વટારીયામાં પાણીની ટાંકીની વર્ષો જૂની માગણી સાંસદ મનસુખભાઈ વસાવાની ભલામણથી મંજૂર થઈ હતી. પરંતુ ટાકી બની ગયાને પાચ માસ થયા પરંતુ ગ્રામજનોને તેનો લાભ મળેલ નથી કારણ પાણીની પાઇપ લાઈનનું કામ બાકી હોય જો ટેન્ડરમાં પાઇપ સાથે આપેલ હોય તો કોન્ટ્રાક્ટરે હજુ સુધી પૂર્ણ કરેલ નહિ હોય તેની યોગ્ય તપાસ કરી પગલાં ભરવા જોઈએ.આ કામ માટે ગામે ફાળો પણ આપેલ હોય અને ગ્રામજનોને તેનો લાભ મળેલ નથી તો સત્વરે પાઇપ લાઈનનું કામ પૂર્ણ થાય અને ગ્રામજનોને સત્વરે પાણી મળે એવી ગ્રામજનોની લાગણી છે.

ધર્મેશભાઈ ભટ્ટ -ગ્રામજન – કરા

બોક્ષ- 2 –
વટારીયા, કરા અને દેસાડની ઓવરહેડ ટાંકી મેં બનાવી છે. પીવીસી પાઈપ લાઈનના કોન્ટ્રાક્ટર અલગ અલગ હોય છે.આ ટેન્ડર એસ એમ ઘાચીનું લાગેલું છે. મેં ભાવ વધી જતા દંડ ભરી ટેન્ડર પાઈપલાઈનનું કેન્સલ કરાવી દીધું હતું .સરકારી ટેન્ડર મુજબ 120 નો ભાવ હતો તે વધીને 220 થઈ જતા એ કામ છોડી દીધેલું હતું. ટેન્ડરમાં આપેલા ભાવ કરતાં પીવીસીના ઓછા થઈ જાય તો એ નફો થાય છે .

 હારીશ કડીવાલા કોન્ટ્રાક્ટર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here