કડી તાલુકાના નંદાસણ અને કરણનગર રોડ ઉપર આખલાઓનું યુદ્ધ થતાં આફડા તફડીનો માહોલ સર્જાયો

0
9

કડી તાલુકાના નંદાસણ અને કરણનગર રોડ ઉપર આખલાઓનું યુદ્ધ થતાં જ આફડા તફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. દિવસે ને દિવસે જાહેર રસ્તાઓ ઉપર રખડતા ઢોરોનો ત્રાસ વધતો હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યારે રખડતાં ઢોરોને લઈ અનેક વખત અકસ્માતની પણ ઘટનાઓ સામે આવી છે. ત્યારે ફરી એકવાર નંદાસણ અને કરણનગર રોડ ઉપર બે આખલાઓ યુદ્ધે ચડ્યા હતા. જેને લઇ લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.

કડી શહેરમાં જાહેર રોડ રસ્તાઓ ઉપર અનેકવાર ગાયોના અડફેટે રાહદારીઓ આવતા હોવાની ઘટના સામે આવી છે અને અનેકવાર અકસ્માત પણ સર્જાયા છે. જેને કારણે મહિલાઓ વૃદ્ધો બાળકો ગંભીર રીતે ઇજાઓ પણ પહોંચી છે. ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ જાહેર રોડ રસ્તાઓ ઉપર રખડતાં ઢોરોનો ત્રાસ વધતો હોય કેમ અનેકવખત જોવા મળ્યું છે. ત્યારે ફરી એકવાર નંદાસણ ચોકડી અને કરણનગર રોડ ઉપર બે આખલાઓ યુદ્ધે ચડ્યા હતા. જેને લઇ ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.

કડીના નંદાસણ ચોકડીથી કડી તરફ આવતા રોડ ઉપર બે આખલાઓનું યુદ્ધ થતાં લોકોમાં આફડા તફડી મચી ગઈ હતી. જ્યાં રોડની વચ્ચે જ બે આખલાઓ ઝઘડતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. તો બીજી તરફ કડીના કરણનગર રોડ ઉપર આવેલા રેલ્વે ફાટકની બાજુમાં જ બે આખલાઓના યુદ્ધને લઈ વાહનચાલકોએ પોતાના વાહનો થોભી દીધા હતા. કડી શહેરમાં રખડતી ગાયો અને આખલાઓથી લોકો અત્યારે હાલ ડરી રહ્યા છે. જ્યાં તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here