કચ્છ જીલ્લા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા પેટ્રોલ ડીઝલનાં વધતા ભાવો સામે અંજાર શહેર મધ્યે વિરોધ પ્રર્દશન

0
77

સમગ્ર ભારતમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચેલ છે . પેટ્રોલ તથા ડીઝલનાં ભાવો સો રૂપિયાની આસપાસ પહોંચેલ છે . કોરોનાની બીજી લહેરમાં પ્રજા મોંઘવારીનાં કારણે ત્રાહીમામ પોકારી ગઈ છે . સીંગતેલ , ગેસ સીલીન્ડર તેમજ જીવન જરૂરીયાતની વસ્તુઓનાં ભાવોએ મધ્યમ વર્ગની કમર તોડી નાખી છે . ત્યારે ભારત સરકારની આંખ ઉઘાડવા માટે અંજાર શહેર મધ્યે આવેલ પેટ્રોલ પંપ મધ્યે ગાંધી ચીંધ્યા માર્ગે સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતો . આ વિરોધ પ્રદર્શનમાં કચ્છ જીલ્લા જીલ્લા પંચાયત વિપક્ષી નેતા લખીબેન ડાંગરનાં પ્રતિનિધિ રમેશભાઈ ડાંગર , અંજાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી કરશનભાઈ રબારી , અંજાર શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ કાઉન્સીલર શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા , પૂર્વ વિપક્ષી નેતા જીતેન્દ્ર ચોટારા , અકબરશા શેખ , રમેશ આહિર , નારણભાઈ વઘોરા , જીતેન્દ્રભાઈ દાફડા , ભરત ઠકકર , યશવંતસિંહ સોઢી , જગદીશભાઈ દરજી , મામદ જત , રોહિત પ્રજાપતિ વગેરે દ્વારા પેટ્રોલ તથા ડીઝલનાં ભાવ મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં જોડાયેલ હતાં તેવું અખબારી યાદી દ્વારા જીતેન્દ્ર ચોટારાએ જણાવેલ હતું .

રીપોર્ટ- રાણાભાઇ આહીર
અંજાર-કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here