કચ્છ જિલ્લામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરવાની માગણી કરતા ખેડૂતોને આતંકવાદી કહેવા અને સરકારને ગેરમાર્ગે દોરવા બાબતે

0
31

ભારતીય કિસાન સંઘ દ્વારા લેખિત રજૂઆત કરતાં પત્ર માં જણાવવાનું કે , કચ્છ જિલ્લામાં તા . ૩૧-૮-૨૧ સુધી કોઇપણ તાલુકામાં ૧૦ ઇંચ વરસાદ થયો ન હતો ત્યારે આપના દ્વારા સરકારને કચ્છમાં પાક સંપૂર્ણ નિષ્ફળ ગયા અંગે અહેવાલ અપાયો નથી તે ઉપરાંત મીડિયામાં પણ આ અંગે સચોટ માહિતી આપવાના બદલે ગેરમાર્ગે દોરવાનું કામ કરાયું છે . વરસાદ ન પડતાં આર્થિક ફટકો સહન કરી રહેલા કચ્છના કિસાનો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી સહાય આપવાની માગ કરી રહ્યા છે તેનો યોગ્ય ઉકેલ લાવવાના બદલે આપે ચોક્કસ સમાજનો ઉલ્લેખ કરીને ખેડૂતોને આતંકવાદી કહ્યા છે . ભચાઉ તાલુકા ભારતીય કિસાન સંઘના મહામંત્રીને આપે ફોન દ્વારા ફોજદારી ફરિયાદ કરીને ફીટ કરાવીશ અને ચેતતો રહેજે તેવી ધમકી આપવામાં આવી છે . આપના જણાવ્યા મુજબ , પોલીસ અમારી અધિકારીની જ છે અને ગમે ત્યારે ફીટ કરાવી દઇશ તેવી ધમકી આપવામાં આવી છે જેને ભારતીય કિસાન સંઘ કોઇ સંજોગોમાં સાંખી નહીં લે . આપના દ્વારા પ્રેસ મીડિયામાં અને સરકારને જે રિપોટિટંગ કરાયું છે તેમાં કચ્છના 700 ગામ અને ૩૬૦૦ સર્વે નંબરમાં મોજણી કરાવાઇ છે તેમ જણાવાયું છે . આ અંગે તાલુકા ખેતીવાડી નિયામક અને ગ્રામ સેવકોને અમે પૂછ્યું ત્યારે આવો કોઇ સર્વે કરાયો નથી તેમ જણાવાયું છે . તેમ છતાં આપની પાસે કયા ગામમાં કયા સર્વે નંબરમાં સર્વે કરાયો છે તેની માહિતી તાત્કાલિક આપવામાં આવે.આપના આ વલણ પરથી અમને લાગે છે કે , આપ સરકાર અને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છો અને ખેડૂતોને સરકાર સામે ઉશ્કેરવા માગો છો . ગયા વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ થયો ત્યારે સરકારશ્રી દ્વારા ખેડૂતોને એસડીઆરએફ ફંડમાંથી સહાય ચૂકવવાનું નક્કી થયેલ ત્યારે પણ આપે સરકારને બદનામ કરવા અને સરકારને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું હતું . જે ખેડૂતોનો થોડો ઘણો બચેલો પાક છે તેને ટેકાના ભાવે ખરીદવામાં નહી આવે તેવી સરકારની કોઇ માર્ગદર્શિકા ન હોવા છતાં આપે સરકારની ઉપરવટ જઈને આવો પરિપત્ર બહાર પાડ્યો હતો
. હ હેત મા ( બ ૨ ) ( પ્રમુખ iારતીય કિસાન સંઘ R. નેલ ૨ વાના : કૃષિમંત્રી શ્રી , ગાંધીનગર કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી , ભુજ – જિલ્લા વિકાસ અધિકારી શ્રી , મામલતદાર શ્રી ભુજ પ્રમુખ શ્રી , કચ્છ જિલ્લા ભાજપ સાંસદ શ્રી , કચ્છ તમામ ધારાસભ્યો શ્રી , પ્રમુખ શ્રી , ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘ ગાંધીનગર
કચ્છ જિલ્લામાં અપૂરતો વરસાદ થતાં પાક નિષ્ફળ ગયા છે તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તાત્કાલિક લાગુ કરવા અમારી માગણી છે . જો આ માગ ૧૫ દિવસમાં નહી સંતોષાય તો આપની કચેરી સામે ધરણા કરવાની અને વિવિધ કાર્યક્રમ આપવાની ફરજ પડશે જે દરમિયાન કોઇ પણ પરિસ્થિતિ નિર્માણ થશે તેની તમામ જવાબદારી આપની રહેશે તેવું ભારતીય કિસાન સંઘ દ્વારા લેખિત પત્રમાં રજૂઆત સાથે જણાવ્યું હતું

રીપોર્ટ:રાણાભાઇ આહીર
કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here