કંબોઈ-ચંદ્રુમણા સીમ માંથી પસાર થતી નમૅદા કેનાલમાં પિતરાઈ ભાઈ- બહેન ડુબ્યા..

0
6

ચંદ્રૂમણા ગામનાં પટેલ પરિવારમાં બનેલી ઘટનાને પગલે શોક છવાયો..

પિતરાઈ ભાઈ બહેન ની લાશને ગોતવા ડિઝાસ્ટર ટીમ કામે લાગી..

હારીજ પોલીસ ધટના સ્થળે દોડી આવી..

પાટણ તા.૧૨
કંબોઈ થી ચંદ્રુમાણા ની સીમ વિસ્તારમાં પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ઉપર બુધવારે સાંજે સાડા પાંચ વાગે ડીઝલ એન્જિનમાં ડીઝલ નાખવા માટે ચંદ્રમાણા ગામના આશાસ્પદ યુવક પટેલ ધ્રુવકુમાર નવીનભાઈ ઉ.વ. ૨૩ અને તેમના નાના ભાઈ પટેલ અમૃતભાઈ ભીખુભાઈ ની પુત્રી કુમારી પ્રાચી ઉં.વ.૧૧ આવ્યા હતા તે દરમિયાન ડીઝલ એન્જિનમાં પાઇપ લીકેજ હોવાના કારણે છાણ નાખવાની જરૂરિયાત પડતાં ધ્રુવ પટેલ ડીઝલ એન્જિનમાં નાખ્યા બાદ ડોલ ધોવા માટે કેનાલના કિનારે અંદર પગ મૂકતાં લપસી પડતાં કેનાલ કિનારે ઉભેલી પ્રાચી બૂમાબૂમ કરીને અંદર તેના મોટા બાપા ના છોકરા ને બચાવવા જતાં બંને જણા કેનાલમાં સરકી ગયા હતા. જે ઘટનાની જાણ કેનાલ ઉપર ના ખેડૂતોએ ગામમાં કરતાં ભોગ બનનાર ના પરિવારજનો અને ગામના લોકો ઘટના સ્થળે કેનાલ પર દોડી આવ્યા હતા. અને શોધખોળ આદરી હતી.
અને આ બાબતે પાટણ ડિઝાસ્ટર ને કરાઈ હતી તો બનાવના પગલે હારીજ પોલીસ પણ ધટના સ્થળે દોડી આવી હતી.
આ સમાચાર લખાય છે ત્યાં સુધી બંને પિતરાઇ ભાઇ-બહેનની કોઈ જ ભાળ મળી નથી.
મળતી માહિતી પ્રમાણે ભોગ બનનાર ધ્રુવ નવીનકુમાર પટેલ તેમના પિતાનું એકમાત્ર સંતાન છે. જ્યારે પ્રાચી અમૃતભાઈ પટેલ પણ એક પુત્ર અને એક પુત્રી પૈકી એક દીકરી હોવાનું પરિવારજનો જણાવ્યું હતું.
ભોગ બનનાર પિતરાઈ ભાઈ બહેનના દાદા પટેલ ભીખુભાઈ વનદાસે જણાવ્યું હતું કે મારા પુત્ર નવીન ભાઈ નો એકનો એક પુત્ર ધ્રુવ નવીનભાઈ પટેલ અને મારા સૌથી નાના પુત્ર ની પુત્રી પ્રાચી બુધવારે સાંજે ૫:૩૦ વાગ્યે કેનાલ ઉપર અમારા ડીઝલ એન્જિન મશીનમાં ડીઝલ નાખવા માટે આવ્યા હતા. તે દરમિયાન આ દુઃખદ ઘટના બની છે જેની જાણ થતાં અમારા પરિવારના માથે આભ ટૂટી પડ્યું છે તેમ જણાવી ભાવુક થઇ ગયા હતા.
બનાવના પગલે ચંદ્રુમણા ગામમાં પણ ધેરા દુઃખની લાગણી છવાઈ જવા પામી હતી.
અહેવાલ કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here