કંબોઇ જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા દશેરા નિમિતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું..

0
20

કાંકરેજ તાલુકાના કંબોઇ મુકામે દુધેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં જાગીરદાર રાજપૂત સમાજ કંબોઇ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. જેમાં
દેકાવાડા આનંદ આશ્રમ ના મહંત શ્રી કાલિદાસ બાપુ, દશરથદાન ગઠવી, વનરાજસિંહ ડોક્ટર ઉંબરી, કંબોઈ આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કંબોઇ ખોડિયાર મંદિર ના પૂજારી ધનુપ્રસાદ દ્વારા વિધિવત રીતે શાસ્ત્રોક વિધિથી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહંત શ્રી કાલિદાસ બાપુ દ્વારા આશીર્વાદ આપ્યાની સાથે સાથે યુવાનોને વ્યસન મુકત થવા હાકલ કરી હતી. તેમજ આવનાર 2022ની ચૂંટણીઓ મા જો ગૌ હત્યાં ઉપર પ્રતિબંધ ના મુકવામાં આવે તો ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી.કંબોઇ ગામના આગેવાનો દ્વારા સંતો મહંતો, સાહિત્યકાર નું ફૂલહાર, શાલ ઓઢાડી, ગૌ માતાનો ફોટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. તથા છુટા ફુલથી પધારેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
દશરથ દાન ગઠવી દ્વારા રાજપૂતોને પોતાના શ્રત્રિય ધર્મ કયો છે તે વિગતે સમજાવ્યું હતું.
કંબોઇ ગામે કરવામાં આવેલ શસ્ત્ર પૂજન મા યુવાનોએ ખુબ ઉત્સાહ થી ભાગ લીધો હતો તેમજ આયોજન કમિટી ધ્વરા ચા, પાણી તેમજ નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ શસ્ત્ર પૂજનમા આનંદ આશ્રમ ના મહંત કાલિદાસ બાપુ, સાહિત્ય કલાકાર દશરથ દાન ગઠવી, વનરાજસિંહ ડોક્ટર ઉમબારી, બાંધકામ સમિતિના ચેરમેન ગોપાલસિંહ સવસિંહ, દૂધ મંડળીના ચેરમેન નવુભા બીજોલસિંહ, ભાજપ યુવા મોરચાના મંત્રી ભરતસિંહ સોલંકી, જાગીરદાર સમાજ બનાસકાંઠા મંત્રી કૃષ્ણપાલસિંહ સોલંકી,કાંકરેજ રાજપૂત કર્મચારી મંડળ મહામંત્રી વિનુભા મણિસિંહ સોલંકી,લીઝ એસોસિયન પ્રમુખ રાજુભા પેહલાદસિંહ સોલંકી વિનુભા ચેહરસિંહ, વિક્રમસિંહ, શાંતુભા, અનિરુદ્ધસિંહ, પારખાનસિંહ, રાણાજી, રતનસિંહ, સોમાભા,રમેશસિંહ, ભરતસિંહ તેમજ નમીઅનામી આગેવાનો હજાર રહ્યા હતા.
આ ઉપરાંત ભાભર ગૌ સેવા મંડળ, બહુચર યુવક મંડળ અરણીવાડા, સદરપુર સોલંકી સમાજ હજાર રહ્યો હતો…

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here