એમ.આર.પટેલ વિદ્યાલય તોયણી ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય અંતર્ગત કાર્યક્રમ ગુણા આરોગ્ય કેન્દ્ર દ્રારા યોજવામાં આવ્યો.

0
12

રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ(RKSK) અંતર્ગત. એમ.આર.પટેલ વિદ્યાલય તોયણી ની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુણા દ્વારા યોજવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લામાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા ૧૦ થી ૧૯ વર્ષના શાળાએ જતા અને શાળાએ ન જતા કિશોર કિશોરીઓ માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. શાળામાં થયેલ કાર્યક્રમમાં છોકરા જ છોકરીઓને નીચેના વિષયો પર કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. જેમાં કિશોરીઓમાં એનિમિયા કિશોર-કિશોરીઓ માં થતા શારીરિક માનસિક ભાવનાત્મક બદલાવ, કિશોરીઓમાં વ્યસન ની સમસ્યા, કિશોરીઓને માસિક દરમિયાન ની સ્વચ્છતા બાબત ની ચર્ચા ગુણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાઉન્સિલર કલ્પેશભાઈ ચૌહાણ શીતલબેન તેમજ શાળાના આચાર્ય શ્રી જીગ્નેશકુમાર પટેલ તેમજ શાળાના સ્ટાફ ના શિક્ષકો દ્વારા શાળાના વિદ્યાર્થીઓને માહિતી આપી માહિતગાર કરવામાં આવ્યા. કિશોર-કિશોરીઓ ના પ્રશ્નો પ્રશ્નપેટી માં લઈને તેઓના વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને આરોગ્યલક્ષી જવાબો આપવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here