એડી.ચીફ.જ્યુ. મેજિસ્ટ્રેટે ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી.

0
12

એડી.ચીફ.જ્યુ. મેજિસ્ટ્રેટે ચેક રીટર્ન કેસ માં આરોપી ને એક વર્ષ ની સાદી કેદ ની સજા ફટકારી.

ખેડબ્રહ્મા શહેરમાં રહી સેલીંગ નો વ્યવસાય કરતા પ્રજાપતિ ધીરજ કુમાર ઢગલા રામ પાસે માતાજી ના મંદિર સંકુલ માં નાસ્તા નું કેબિન ધરાવતા જયપાલ સિંહ દિલીપ સિંહ રાણા એ પોતાની અંગત જરૂરિયાત માટે વર્ષ ૨૦૧૮ માં રૂ.૧લાખ૬૦ હજાર હાથ ઉછીના લીધા હતા તે રકમ પેટે તેમને આઇ. સી. આઇ. સી. આઇ બેંક ઇડર શાખા નો તારીખ ૧૮-૦૯-૨૦૧૮ ના રોજ નો રૂ ૧લાખ ૬૦ હજાર ની રકમનો ચેક આપેલો હતો. જે ચેક હાથ ઉછીના પૈસા આપનાર વ્યક્તિ એ બેંક માં રજુ કરતાં સ્ટોપ પેમેન્ટ ના શેરા સાથે ચેક રિટર્ન આવેલ. તે બાબતે વકીલ રાજેન્દ્ર સિંહ ચૌહાણ મારફતે નોટિસ આપી હતી જે નોટિસ રાણા જયપાલ સિંહ દિલીપ સિંહ ને મળ્યા પછી પણ નોટિસ માં જણાવેલ સમય અનુસાર પણ પ્રજાપતિ ધીરજ કુમાર ઢગલા રામ ને પૈસા ન ચૂકવી આપતા ધીરજ કુમાર દ્રારા ખેડબ્રહ્મા એડી. ચીફ.જ્યુ.મેજી. ની કોર્ટ માં ધી નેગોસિએબલ ઇંસ્યું મેન્ટ એક્ટ હેઠળ ની કલમ ૧૩૮ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસ કોર્ટ માં ચાલી જતાં ફરિયાદી ના વકીલ રાજેન્દ્ર સિંહ ચૌહાણ દ્રારા ધાર દાર દલીલો તેમજ દસ્તાવેજી પુરાવાઓ ને ધ્યાન મા રાખી એડી. ચીફ. જ્યું. મેજી. એચ. એ. ઉપાધ્યાય એ આરોપી ને કસૂરવાર મની એક વર્ષ ની સાદી કેદ ની સજા તેમજ રૂ ૧ લાખ ૬૦ હજાર નો દંડ કર્યો. અને દંડ ની રકમ ન ભરે તો ૧૫ દિવસ ની કેદ ની સજા નો હુકમ કરેલ છે. આથી ચેક આપીને પૈસા ના ચૂકવનાર લોકો માં ફફડાટ વ્યાપી ગયો છે.

બિપિન જોષી ખેડબ્રહ્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here