એક જ પરિવારના ચાર દિવ્યાંગોને મદદ કરાઇ

0
0

સ્થળ પર જ ચારેય દિવ્યાંગ સહિત કુલ પાંચ દિવ્યાંગ પ્રમાણપત્ર તથા આયુષમાન કાર્ડ અપાયા….

બનાસકાંઠા જિલ્લામાં અંતરિયાળ વિસ્તાર દાંતા તાલુકાના ભચડીયા ગામમાં પટેલ હીરાભાઈ જોયતાભાઈ છે પરિવારની વ્યથા વાઇરલ થઈ હતી જેઓ દિવ્યાંગ છે અને પરિવારમાં કુલ છ દીકરીઓ છે જેમાં ત્રણ દીકરીઓ પણ ૯૦ ટકા દિવ્યાંગ છે એમ એક જ પરિવારના પિતા સહિત ચાર દિકરીઓ દિવ્યાંગ છે જેમને દિવ્યાંગ પ્રમાણપત્ર ન હોવાથી ગણા લાભથી વંચિત હતા તથા તેઓ આર્થિક પરિસ્થિતિ નબળી તથા દિવ્યાંગ હોવાથી અવર જવર ન કરી શકતા ત્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલ સિવિલ સર્જન શ્રી ડૉ.દીપક પ્રણામી દ્વારા દિવ્યાંગ પરિવારને લાવવા લઈ જવાની તમામ વ્યવસ્થાઓ કરાઈ હતી ત્યારે તારીખ ૨૯/૦૮/૨૦૨૩ ના રોજ સવારે ૭:૦૦ કલાકે પાલનપુર સિવિલથી સિસ્ટમ મેનેજર શ્રી પ્રવીણભાઈ ગૌસ્વામી તથા જિલ્લા દિવ્યાંગ પ્રતિનિધિ કપિલકુમાર
સેંધાભાઈ ચૌહાણના સહયોગથી એમ્બ્યુલન્સમાં અંતરિયાળ વિસ્તાર દાંતાના ભચડિયા ગામમાં દિવ્યાંગ પરિવારના ઘરે જઈ તપાસ કરી તકલીફ ન પડે તે રીતે એમ્બ્યુલન્સમાં જ પાલનપુર સિવિલ હોસ્પિટલ લાવેલ હતા જ્યારે સિવિલ સર્જન શ્રી ડૉ.દીપક પ્રણામી , મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.સુનીલ જોષી ,ઓર્થોપેડીક સર્જન ડૉ. મંથન સોની, સિસ્ટમ મેનેજર શ્રી પ્રવીણભાઈ ગૌસ્વામી, કાઉન્સેલર શ્રી ધવલભાઈ મહેતા,જિલ્લા દિવ્યાંગ પ્રતિનિધિ કપિલ ચૌહાણ, આયુષમાન કાર્ડ માટે રાંગડ સાહરૂક ,કમ્પ્યુટર ઓપરેટર રાજુભાઈ પરમાર સહિત સ્ટાફ ખડેપગે રહી દિવ્યાંગ પરિવારના ચાર સભ્યોને દિવ્યાંગ પ્રમાણપત્ર સહિત કુલ પાંચ આયુષમાન કાર્ડની તાત્કાલિક સ્થળ પર જ પરિવારના ચાર દિવ્યાંગ પ્રમાણપત્ર ,પાંચ આયુષમાન કાર્ડ તથા એક અન્ય નવાવાસ ગામના દિવ્યાંગનું દિવ્યાંગ પ્રમાણપત્ર ની તમામ પ્રોસેસ કરી તાત્કાલિક સ્થળ પર જ લાભ આપવામાં હતા આ કાર્યથી સિવિલ સિવિલ હોસ્પિટલ પાલનપુર તથા સહયોગી બનનાર કપિલ ચૌહાણનો દિવ્યાંગ પરિવાર દ્વારા ખૂબ જ આભાર વ્યક્ત કરાયો હતો તથા ખૂબ જ સરાહનિય કાર્ય કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here