એક અધિકારી કેટલા માયાળુ ને દયાળુ હોય તેમજ શિક્ષણ માટે કેટલા ચિંતિત હોય તેનું ઉદાહરણ એટલે મહેરબાન શ્રી મયુરભાઈ પારેખ સર..

0
201

  આજે સવારે ૧૧:૧૫ કલાકે ગલાલિયાવાડ પ્રાથમિક શાળા ની મુલાકાત સાહેબ શ્રીએ લીધી તે સમયે આવતાવેંત જ હાલમાં કાયૅરત બે કોવિડ રૂમો ને તેમાં રહેલ વ્યવસ્થા જોઈ હતી. ત્યારબાદ તેમણે શેડ , મેદાન તથા ચોગાનમાં રહેલ વૃક્ષ, ખુલ્લા મેદાનમાં રહેલ પ્રાકૃતિક વાતાવરણ જોયું. જે બાદથી સાહેબ ની સાથે આવેલા જિલ્લામાં જેમના માગૅદશૅન હેઠળ તેમજ પ્લાન એસ્ટિમેનટ મુજબ ઉત્તમ પ્રકારના આખા જિલ્લામાં હજારોની સંખ્યામાં ઓરડાઓ બન્યા છે તેવા આદરણીય શ્રી આશિષ જૈન સાહેબ હતા .આ ઉપરાંત ટી.આર.પી શ્રી પિનાકીન ભાઈ ને સાહેબ ની ગાડીના ચાલક ભાઈ શૈલેષભાઈ હતા. 

  મે . જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ શ્રીએ ઓફિસમાં આવ્યા પહેલા જ શાળાના જુદા જુદા બોર્ડ પર લખેલી વિગતો જોઈ , પ્રવૃત્તિઓ ના ફોટા તથા શાળામા રહેલી સ્વચ્છતા તથા આયોજન જોઈ સંતોષ વ્યક્ત કર્યો. ઓફિસમાં આવ્યા બાદથી સાહેબ શ્રી ઓ, આચાર્ય શ્રી તથા આ.શિ શિક્ષક હરમલભાઈ બારીયા તથા મધ્યાહન ભોજન યોજના ના સંચાલક શ્રી વાલચંદભાઈ હાજર હતા. સાહેબ એ ચાલી રહેલી વિવિધ પ્રવૃતિઓ તથા શૈક્ષણિક વિગતો જાણી જે બાદથી તેમણે મોકલેલ પી.પી.ટી. મુજબ આખા વષૅનુ શાળાકીય આયોજન ને સવૅગ્રાહી વિગતો મુખ્ય શિક્ષક શ્રી લવિન્દ્રકુમાર આર સંગાડા સાહેબ ના ટેબલ પર જોઈને અભિનંદન પાઠવ્યા હતા. 

 આવનાર બંને અધિકારી સાહેબ જ્યારે શાળા ના કમ્પાઉન્ડ વોલ તથા અન્ય ખૂટતાં ઓરડાઓ અંગે પોતાના થકી થતાં તમામ પ્રયત્નો થકી ભૌતિક સુવિધાઓ પૂર્ણ કરવા માટે વિશ્વાસ આપ્યો . જે બાદથી જેવા ઓફિસ જવા નિકળતા તે સમયે ખુલ્લા મેદાનમાં રહેલા કસરતના સાધનો પર રમતા નિર્દોષ બાળકોને જોઈને પારેખ સાહેબ ની આંખોમાં એક પ્રકારનો ઉત્સાહ તથા પ્રેમ જોવાયો તેમણે તરત જ શૈલેષભાઈ ને કહીને પોતાની ગાડીમાં રહેલા બિસ્કીટ ના બે મોટા પેકેટો મંગાવી તરત બાળકોને આપવા જણાવ્યું.‌સાથે જ તેમણે શાળા માં કોરોના મહામારી બાદથી ભણવા માટે બાળકોને આવવા જણાવ્યું હતું. તે ઉપરાંત જે બાળકો હજુ નાનાં હતાં તેમને કોઈ ધોરણમાં ભણવા જાઓ છો કે આંગણવાડી માં તે અંગે પૂછપરછ કરી ને પ્રેમભર્યા આશીવૉદ પાઠવ્યા હતા. 
આદરણીય શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ એ જતા જતા જ્યાં શાળાની હદ છે ત્યાં ત્રણ ફૂટની અંદર વૃક્ષારોપણ કરીને ફોટા મોકલવા જણાવ્યું. સાહેબ ને અમે પણ બાંહેધરી આપી કે અમે ચોક્કસ વૃક્ષારોપણ કરીશું તથા શાળાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશું. તો વળી સાથે આવેલા સાહેબ શ્રી આશિષ જૈન દ્વારા પણ બાંહેધરી આપી ને આ શાળા ને ભૌતિક સુવિધાઓ પૂર્ણ કરાવવા માટે સંપૂર્ણ સાથ આપીશું એવી વાત કરી. જે પછીથી આદરણીય શ્રી જૈન સાહેબ સાથે ઓફિસ પર આજે બપોરના ધીમીધારે વરસતા વરસાદ ની સાથે શૈક્ષણિક, વૈચારિક તથા માનવીય મૂલ્યો આધારિત જીવનની બદલાતી પરિસ્થિતિ વિશે એમની ઓફિસ ની બહાર પ્લાસ્ટિક કેફે પર રસપ્રદ ને માહિતી સભર ચચૉ કરી. 

એક માનવ મૂલ્યો ને આચરણમાં મૂકનાર અધિકારી ના આજે દશૅન થયા ને આનંદ થયો . એમના આપેલ તમામ સુચનનો અમે શાળા પરિવાર તથા સૌ શિક્ષક મિત્રો સંપુર્ણપણે અમલ કરીશું.
આપની મુલાકાત તથા માગૅદશૅન બદલ સમગ્ર ગલાલિયાવાડ પ્રાથમિક શાળા , એસ . એમ.સી તથા ગ્રામ પંચાયત વતીથી અમો સૌ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.

  ~~~    લેખન સંકલન   ~~~ 
       સતીષ પરમાર
       મિડીયા કન્વીનર , 
      ગલાલિયાવાડ પ્રાથમિક શાળા
         દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here