એકલવ્ય સેવા ટ્રસ્ટ અને ભીલ યુવા સંગઠન દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરાઈ…

0
2

નાના બાળકોને ચોકલેટ નું વિતરણ કરી સંવિધાન વિશે જાણકારી અપાઇ..

પાટણ તા.૨૭
બંધારણ દિવસની ઉજવણી ના ઉપલક્ષ્યમાં એક લવ્ય જન સેવા ટ્રસ્ટ અને ભીલ યુવા સંગઠન દ્વારા બાબા સાહેબ ની છબીને ફુલોથી સન્માનીત કરી મીણબત્તી અને દિવ પ્રગટાવી ઉપસ્થિત સૌને ભારતીય બંધારણ ની સમજ આપી હતી.
પાટણ શહેરમાં આદિવાસી પરિવાર દ્વારા સંવિધાન શકિત યુગ દિવસની ઉજવણી પ્રસંગે પાટણ ના આદિવાસી પરીવાર ના લોકો એ મહોલ્લામા અને સોસાયટી ઓમા 72 મા સંવિધાન દિવસ નિમિત્તે
બંધારણ નો અમલ કરી ચાલવાની સમજ આપવામાં આવી હતી તો બંધારણ દ્વારા મળેલ મૂળભૂત અધિકારો વિશે જાગૃતિ આપી હતી તથા 26 નવેમ્બર નુ કાનુની રીતે મહત્વ સમજાવ્યું હતું અને બંધારણ નું આમુખ વાંચી સંભળાવી ભારત દેશ મા એકતા અખંડિતતા જળવાઈ રહે તે વિશે માહિતી આપી સંવિધાન શકિત યુગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં સંવિધાન નો જન્મદિન સમજી નાના બાળકો ને ચોકલેટ નું વિતરણ કરવામાં આવ્યુ હતુ. એકલવ્ય જન સેવા ટ્રસ્ટ અને આદિવાસી ભીલ યુવા સંગઠન ના કાર્યકર મિત્રો સમાજ ના આગેવાનો તથા સામાજિક કાર્યકર મિત્રો અને બહેનો એ જહેમત ઉઠાવી મહેનત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here