એકટીવ ગૂપ – પાટણ અને રીલાયન્સ ફાઉન્ડેશન ના સહયોગથી જરૂરિયાતમંદ કલરકામ કરવાવાળા ભાઈઓને રાસનકીટ વિતરણ કાર્યક્રમ

0
44

કોરોના મહામારીમાં સેવાકીય કાર્ય કરનાર કોરોના વોરિયર્સ નું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કોવિડ ૧૯ મહામારી લોકડાઉનની ગંભીર પરિસ્થિતિમાં આર્થીક રીતે અસહાય બનેલ પાટણ શહેરનાં જરૂરીયાતમંદ કલરકામ કરવાવાળા ભાઈઓ તથા ધર કામ કરી ને ગુજરાન ચલાવનાર બહેનો આર્થીક રીતે ફરીથી પગભર બને તે હેતુથી અને પાટણ શહેરનાં જરૂરીયાતમંદ લાભાર્થીઓને એકટીવ ગ્રૂપ – પાટણ તથા રિલાયન્સ ફાઉન્ડેશન નાં સહયોગથી રાશનકીટ નું વિતરણ કરી જરૂરીયાતમંદ લોકોને પ્રોત્સાહિત કરી તેમનો આત્મવિશ્વાસ વધારવાનો સફળ પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાનાં આમંત્રણને માન આપી પધારેલા મહેમાનશ્રીઓ નું સ્વાગત પ્રવચન એકટીવ ગ્રુપના સહલાહકાર દિલીપભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, મહેમાનશ્રીઓ નું શાબ્દિક સ્વાગત તથા મહેમાનશ્રીઓ નો પરિચય શ્રી યતીનભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યો હતો,કાયૅક્રમ માં મુખ્યત્વે પાટણ જિલ્લાના એસ પી સાહેબશ્રી નું એકટીવ ગ્રુપ ના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ અને એકટીવ ગ્રુપ સલાહકાર દિલીપભાઈ પટેલ દ્વારા સાલ અને બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, કોરોના મહામારીમાં પાટણ શહેરમાં જરૂરિયાત મંદ ની પડખે આવનાર તથા વહીવટ તંત્ર ની સાથે ખભે થી ખભો મીલાવી જરૂરિયાતમંદ ની સેવાઓ કરી છે તેવા આપણા સૌના પાટણ શહેરના જાણીતા બિલ્ડર (ભામાશા) શ્રી બેબાભાઈ શેઠ નું એસ પી સાહેબશ્રી ના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું,શ્રી મનોજભાઈ પટેલ કોર્પોરેટરશ્રી નું સન્માન કરવામાં આવ્યું હતું,કોરોના મહામારી માં સમગ્ર પાટણ શહેરમાં ભોજન પૂરું પાડનાર શ્રી રામ રહીમ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી યતીનભાઈ ગાંધી,દિલીપભાઈ સુખડીયા નું સન્માન કરવા માં આવ્યું હતું, એકટીવ ગ્રૂપ નાં સલાહકાર દિલીપભાઈ પટેલ સન્માન કરવામાં આવ્યું હતું,એકટીવ ગ્રૂપ પાટણ નાં પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પટેલ, તથા એકટીવ ગ્રૂપ નાં હોદેદારશ્રી તથા એકટીવ ગૂપ ના સભ્યશ્રીઓ એ સમયસર ઉપસ્થિત રહી કાર્યક્રમને ખુબ જ સુંદર બનાવ્યો હતો, એસ પી સાહેબશ્રી એ કોરોના મહામારીમાં કાર્ય કરનાર એકટીવ ગૂપ ના કાર્યક્રમ ની નોંધ લીધી હતી, સાહેબશ્રીએ કાયૅક્રમ માં આવનાર દરેક ભાઈઓને તથા બહેનોને તેમને તથા તેમના પરીવાર ને માસ્ક ફરજીયાત પહેરી રાખવા માટે ના શપથ લેવડાવામાં આવ્યાં હતા,કાર્યક્રમ નું સુંદર સંચાલન એકટીવ ખજાનચી દિનેશભાઈ દરજી દ્વારા કરવામાં આવ્યું હતું તથા કાયૅક્રમ ની આભારવિધિ એકટીવ ગૂપ ના સલાહકાર મૌલિક સુખડીયા દ્વારા કરવામાં આવી હતી.

રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here