ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર કુવા ગામમાં શ્રાવણમાસ ની સોમવતી અમાવસનાં દિવસે ભક્તો ની ભીડ જામી.

0
16

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકા ના કુવા ગામમાં પૌરાણીક શિવ મંદિર આવેલું છે. આ મંદિરે આસપાસ નાં ગામમાંથી પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ની ભારે ભીડ જામે છે. પૌરાણીક શિવ મંદિરમાં ગામના વડીલો, યુવાનો નાં સહિયારા પ્રયાસ થી ઘણા સમય થી દર વર્ષે ભોજન ભંડારો આપવાનો ચીલો છે. જેમાં ગામના શિવ ભકતો યથા શક્તિ દાન આપી ને ભંડારો કરે છે. આ વર્ષે પટેલીયા ભોપતભાઇ બાબુભાઇએ પોતાની યથા શક્તિ થી આ ભંડારો આપી સૌ ભક્તો ને મહાપ્રસાદ આપી જમાડ્યા. સાંજ ની સંધ્યા આરતી માં ૨૧ આરતી થાળની મહાઆરતીથી રોશની ઝગમગી ઊઠી. એ લ્હાવો લેવા આસપાસ ના ભકતો ની ભીડ જામી હતી. રાત્રે ભજન, આરતી અને મહાપ્રસાદ કરી આસ્થા નાં પ્રતીક સમા, કુવા ગામના આ ઋણમુકતેશ્વર મહાદેવ નાં દર્શન કરવા ખૂબ ભક્તિ ભાવથી આખા શ્રાવણ માસ માં ભક્તો ઉમટી પડે છે. શિવ પૂજારી કમલગિરિ એ દર્શને આવેલા દરેક ભક્તોને બીલીપત્ર, દૂધધારાનો શિવજીને અભિષેક કરાવી ધન્યતા પામ્યા છે.આજે શ્રાવણ માસનાં છેલ્લા દિવસે તેમાં પણ સોમવારને લઈ સમગ્ર કુવા ગામના શિવ ભક્તો હર હર મહાદેવ નાં નારાથી મંદિર ગુંજી ઉઠ્યું હતું.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ.દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here