ઊંઝા APMC બાજુમાં લોકોની સુખાકારી માટે શૌચાલયનું રીનોવેશન કરાવા રોટરી ક્લબ અને APMC દ્વારા સહયોગ આપવામાં આવ્યો

0
3

ઊંઝા સરદાર ચોકમાં APMC ગાર્ડનની બાજુમાં લોકોની સુખાકારી માટે આવેલા પે એન્ડ યુઝ સુલભ શૌચાલય ઊંઝા APMC તથા રોટરી ક્લબ, ઊંઝાના સંયુક્ત ઉપક્રમે રૂ. 2,50,000નો સહયોગ આપી રીનોવેશન કરવામાં આવ્યું હતું. જે બદલ રોટરી ક્લબ ઊંઝાના હોદ્દેદારોએ ઊંઝા APMCનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઊંઝા શહેરમાં અલગ અલગ જગ્યાએ લોકો માટે અલગ અલગ સુવિધાઓ કરવામાં આવી છે. જેમાં ઊંઝા શહેરમાં આવેલ પે એન્ડ યુઝ સુલભ શૌચાલયને રીનોવેશન કરવામાં આવ્યું હતું. ઊંઝા APMC હરહંમેશ નગરજનોની સેવામાં વિવિધ સંસ્થાઓને ઉદાર હાથે સહકાર આપે છે. ઊંઝા APMC ચેરમેન દિનેશ પટેલ ખુબજ સરાહનીય કામગીરી કરી રહ્યા છે. ઊંઝા શહેરમાં આવેલા પે એન્ડ યુઝ સુલભ શૌચાલયને રીનોવેશન કરવામાં આવ્યું હતું. જેમાં ઊંઝા APMC ચેરમેન દિનેશ પટેલને રોટરી ક્લબ ઊંઝા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું અને સર્વે ડિરેક્ટરોએ આભાર માન્યો હતો.

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here