ઊંઝા ઉનાવા ખાતે આવેલ હઝરત મીરા સૈયદ અલી દાતાર ની દરગાહ ખાતે ઉર્ષ નો મેળો ભરાશે

0
2

ઊંઝા ઉનાવા ખાતે આવેલ હઝરત મીરા સૈયદ અલી દાતાર ની દરગાહ ખાતે બુધવારે સવારે ઉર્ષ ના પ્રસંગે ભવ્ય મેળો ભરાશે તેમજ મંગળવાર ની સવારે રાસ્તી અમ્મા ની દરગાહ થી નિશાન ના પરચમ આવ્યા બાદ મધ્ય રાત્રીએ સંદલ શરીફ તેમજ ફૂલપોશી ચાદરપોશી નો કાર્યક્રમ યોજાશે તેમ દરગાહ શરીફ ના સજ્જાદાનશીન સૈયદ સાલેહ મોહમ્મદ અલી એ જણાવ્યું હતુ દરગાહ શરીફ ખાતે લોકો દૂર દરાજ થી દર્શન માટે આવતા હોય છે આ વખત પણ લોકો મોટી સંખ્યામાં લોકો હાજરી આપે તેવી શક્યતાઓ ને લઈને અને લોકોને દર્શન મળી રહે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે જોકે મીરા સૈયદ અલી સરકાર ના આજના પ્રસંગે મંગળવાર ના મધ્ય રાત્રીએ સંદલ શરીફ નો કાર્યક્રમ તમામ સજ્જાદાનશીન દ્વારા કરવામાં આવે છે તેમજ ઉપસ્થિત શ્રધ્ધાળુ ઓ માટે દુવાઓ કરવામાં આવે છે કોરોના બાદ આ વખતે લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે તેમ હોઈ વ્યવસ્થાપકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here