ઉમરિયા પ્રાથમિક શાળામાં “વૃક્ષગંગા” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

0
7

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ની સૂક્ષ્મ પ્રેરણા તથા લીમખેડા તાલુકા ગાયત્રી પરિવાર યુવા પ્રકોસ્ઠ ટીમ નાં પરિજન ભાઈઓ દ્વારા આજરોજ સાતમો રવિવાર વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત ધાનપુર તાલુકામાં આવેલી ઉમરિયા પ્રાથમિક શાળાનાં મેદાનમાં, ગાયત્રી પરિવાર ઉમરિયા શાખાના વરિષ્ઠ પરિજન ભાઈશ્રી કાંતિભાઈ બારીઆ નાં સહયોગથી ૪૩ જેટલાં વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં. લીમખેડા તાલુકાનાં વરિષ્ઠ પરિજન ભાઈશ્રી આદરણીય અશોકભાઈ જયસ્વાલે હાજર રહી યુવાનોને પ્રેરણા પૂરી પાડી હતી.

આજનાં આ વૃક્ષગંગા અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ માં ઉમરિયા ગામનાં સરપંચશ્રી ભયલાભાઈ તડવી, માજી સરપંચશ્રી રમેશભાઈ માવી, ગામનાં અગ્રણી વડીલશ્રી અવલસિંગભાઈ બારીઆ તથા વિવિધ શાખાઓ માંથી પરિજન ભાઈઓ હાજર રહીને વૃક્ષારોપણ કર્યું હતું.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલદાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here