દાહોદ જિલ્લાના દેવગઢબારિયા શહેરમાં આજે રોજ તા ૦૪/૦૧૦/૨૦૨૧ ના રોજ વન્ય પ્રાણી સપ્તાહ ૨.જી થી ૮.મી ઓકટોબર ના ભાગરૂપે શ્રી ડો. મીનલબેન જાની મદદનીશ વન સંરક્ષક શ્રીબારીયા તથા આર એમ પુરોહિત આર.એફ.ઓ.બારીયા ના માર્ગદર્શન તેમજ મદદનીશ વન.સંરક્ષક. શ્રી ની સૂચના થી ઇરા સ્કુલ બારીયા તથા એમ સી મોદી સ્કૂલ બારીઆ માં બારીઆ નોર્મલ રેન્જ તથા સામાજિક વનીકરણ રેંજ બારીયા ના સંયુક્ત ઉપક્રમે પરિક્ષેત્ર વન અધિકારી બારીયા દ્વારા વન્યજીવ તથા પર્યાવરણ સંરક્ષણ તેમજ સંવર્ધન વિશે વિદ્યાર્થીઓ ને જાગૃત કરવામાં આવ્યા તથા રોપા નું વિતરણ કરવામાં આવ્યું તેમજ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 ની જોગવાઈઓ વિશે સમજણ આપવામાં આવી તેમજ માનવ વન્યપ્રાણી ઘર્ષણ કેવી રીતે નિવારી શકાય તે બાબતે સમજણ આપવામાં આવી તથા જંગલ ભાગે દવ ન લગાડવા અંગે પણ સમજણ આપવામાં આવી.વન ની ઉપયોગીતા બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવેલ છે તથા કિંગ ઓફ રાજમહેલ સ્નેક રેસ્ક્યુ ટિમ ના સભ્યો તેમજ શ્રી રવિભાઈ પરમાર દ્વારા વિવિધ પ્રકારના સાપો વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજણ સાપ ના નમૂના બતાવી આપવામાં આવેલ છે.
રીપોર્ટ કિરીટભાઈ બારીઆ
કાળીડુંગરી