ઈડર શહેરનાં વિસ્તારમાં જૂગાર રમતા બે જુગારીઓ ઝડપાયા

0
4

ઇડર..

સાબરકાંઠા જિલ્લાનાં ઈડર ખાતેનાં ભોઈવાડા વિસ્તારમા વેરાઈમાતા મંદિર નજીક શ્રાવણિયો જુગાર જામ્યો હતો.. રાત્રીનાં સમયે રહેણાક વિસ્તારમાં કોઈપણ પ્રકારનો ખોફ રાખ્યા વિના ખૂલ્લી જગ્યામાં કેટલાક શખ્શો જૂગાર રમતા હોવાની બાતમી આધારે ઈડર પોલિસે રેડ કરી હતી.. રાત્રી સમયે રહેણાક વિસ્તારમાં જુગાર ધામ પર પોલિસે દરોડા કરતા ૯૧.૭૦૦ નાં મુદ્દામાલ સાથે બે ઇસમો ઝડપાયાં હતા ત્યારે અન્ય જુગારીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા.. બાતમી આધારે રેડ દરમીયાન ભોઈવાડા વિસ્તારમાં વેરાઈમાતા મંદિર નજીક પૈસા-પાનાનો હારજીત નો જુગાર રમાડતા બે ઈસમો ઈડર પોલીસને હાથ લાગ્યાં હતાં.. શ્રાવણ માસમાં અનેક તહેવારો આવતા હોય છે ત્યારે તહેવારોમાં તંત્ર કે પોલીસનો ખોફ રાખ્યા વિના જુગારિયા જૂગાર ધામ ચલાવતા હોય છે.અને હજારો થી લાખોનો જુગાર રમાતો હોય છે. ત્યારે શ્રાવણ માસનાં પ્રથમ દિવસે ઈડર પોલીસે બાતમીનાં આધારે જુગાર ધામ પર રેડ કરી જુગાર ધામ ચલાવતા બે જુગારી ઓને ઝડપી લઇ આગળની વધું તપાસ હાથધરી છે. ત્યારે પોલીસ દ્રારા વધૂ તપાસ કરવામાં આવે તો મસ્ત મોટું જુગાર ધામ પોલિસને હાથ લાગે તો નવાઈ નહી.

આરોપીઓ
૧) શૈલેષ નારણ ભોઈ, રહે. ભોઇવાડા ઈડર. સાબરકાંઠા
૨) સતીષ કનું ભોઈ, રહે. ભોઇવાડા ઈડર. સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here