ઈડર બસ સ્ટેશન અને રોટરી ક્લબ ઈડર ના સંયુક્ત ઉપડ્રમે ડ્રાઈવર્સ ડે ની ઉજવણી કરાઇ

0
0

24 જાન્યુઆરીના રોજ GSRTC દ્વારા રામગ્ર રાજ્યમાં ડ્રાઈવર્સ ડે ની ઉજવણી માં ઈડર બસ ડેપોના મેનેજરથી હાર્દિકભાઈ સગર ,ઈડર રોટરી કલબ ના પ્રમુખ બી.સી. ચૌહાણ, ડી. એમ. નાયક, ઉપેન્દ્રભાઈ ત્રીવેદી. પ્રવીણભાઈ જયસ્વાલ ,ઈડર બસ ડેપોના ડ્રાઈવર્સ ભાઈઓ, યુનિયનના આગેવાન સતીષભાઈ પટેલ એસ.ટી કર્મચારી નું સ્વાગત સનમાન કરવામાં આવ્યું હતું. મેનેજરથી હાર્દિકભાઈ સગરે પ્રાસંગિક પ્રવચન આપી ડ્રાઈવર્સ ભાઈઓની ફરજ અને સલામત મુસાફરી અને પ્રજા-પ્રવાસીઓ સાથે આત્મીય ભાવ રાખી, નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા જણાવ્યું હતું. રોટરી ક્લબ ઇડર અને ઈડર બસ ડેપોના સંયુક્ત પ્રયાસ થી કાર્યક્રમ ને સફળ બનાવાયો હતો.

સંજય નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here