ઈડર તાલુકામાં થી અજગર પકડવામાં આવ્યા

0
40

ઇડર તાલુકાના ઇસરવાડા, મેસણ, નવા રેવાસ ત્રણ જુદા જુદા ગામેથી મહાકાય અજગર પકડાયા …
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઇસરવાડા ગામેથી સ્થાનિક વ્યક્તિએ ફોન કરી ફોરેસ્ટ વિભાગને જણાવ્યું હતું કે ઇસરવાડા ગામના અેક ઝાડ પર અજગર વીંટળાયેલો છે .ફોરેસ્ટ વિભાગની ટિમ તાત્કાલિક વન રક્ષક શૈલેષભાઇ દેસાઇ સ્ટાફ સાથે ઇસરવાડા ગામે પહોચી ઝાડ પર થી અજગરનુ રેસ્ક્યુ કરી નીચે ઉતારી પકડી લીધો હતો. આ મહાકાય અજગર ની લંબાઇ ૧૩ ફૂટ હતી.

જ્યારે મેસણ ગામના પટેલ રેવાભાઇ તેમના ખેતરના કુવામા અજગર હોવાની જાણ થતા તેમને ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોચી કુવામાથી અજગરનુ રેસ્ક્યુ કરાવવામાં આવેલુ ..જે અજગર ૧૦ ફૂટનો હતો .તેવીજ રીતે નવા રેવાસ ગામેથી પટેલ હાદિૅકભાઇ ના ખેતરમાંથી ૧૦ ફૂટ લાબો અજગર ફોરેસ્ટ વિભાગ ધ્વારા પકડી પાડી જંગલમાં સહિ સલામત છોડિ મુકવામાં આવેલો.અજગર પકડાતા સ્થનીકો રાહતનો શ્વાસ લીધો હતો.


બ્યુરો… રીપોર્ટ… ઈડર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here