ઈડરના ઝીંઝવા ગામે વિસામાં ની પૂર્ણાહુતિ ને લઈ યજ્ઞ કરાયો

0
5

છેલ્લા દસ વર્ષ થી દેવીપૂજક સમાજના એક વ્યક્તિ દ્વારા વિસામાં નું આયોજન કરાય છે ઇડર તાલુકાના ઝીંઝવા ગામના ધનાભાઈ રામાભાઈ દેવીપૂજક દ્વારા છેલ્લા દસ વર્ષ થી અંબાજી પગપાળા જતાં પદયાત્રીઓ માટે વિસામાં નું આયોજન કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ પદયાત્રીઓ માટે વિસામાં નું આયોજન કરાયું હતું.જેમાં પદયાત્રીઓ ને જમવા માટે દાળ, ભાત, પુરી,શાક ,અને લાડવા બનાવમાં આવે છે .જ્યારે વિસામાનો તમામ ખર્ચ ધનાભાઈ એકલાજ ઉપાડે છે. જોકે દેવીપૂજક સમાજના અને ગામના લોકો સેવા આપી ખૂબ મદદ રૂપ થાય છે.

આ પ્રસંગે ભાદરવા સુદ પૂનમે વિસામાં ની પૂર્ણાહુતિ થતાં જ માતાજીના હોમ હવન નું આયોજન કરાયું હતું. જેમાં સમાજના ભાઈઓ દ્વારા યજ્ઞ માં આહુતિ આપી માતાજીને પ્રાર્થના કરાઈ હતી. ગામ અને સમાજ દ્વારા ધનાભાઈ ની આ સુંદર સેવાને બિરદાવવા માં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here