ઇલેક્ટ્રોથર્મ (ઈન્ડિયા) લી. સામખિયાળી દ્વારા કંપની પ્રાંગરણ માં તારીખ ૧૨-૧૦-૨૧ થી તારીખ ૧૪-૧૦-૨૧ એમ ત્રણ દિવસનો મેગા નવરાત્રી મહત્સવનું આયોજન કરવામાં આવેલ

0
86

ઇલેક્ટ્રોથર્મ (ઈન્ડિયા) લી. સામખિયાળી દ્વારા કંપની પ્રાંગરણ માં તારીખ ૧૨-૧૦-૨૧ થી તારીખ ૧૪-૧૦-૨૧ એમ ત્રણ દિવસનો મેગા નવરાત્રી મહત્સવનું આયોજન કરવામાં આવેલ જેમાં પ્રથમ દિવસે *”વિવિધતા માં એકતા”*

દર્શાવતા અલગ-અલગ રાજ્યોના પારંપરિક નૃત્ય રજૂ કરવામાં આવેલ હતા જેમાં ગુજરાત નો કાઠિયાવાડી રાસ, રાજસ્થાન નો ઘુમ્મર રાસ, ગુજરાત અને મઘ્ય પ્રદેશ બોર્ડર પર રહેતા આદિવાસી ભાઈઓ તથા બહેનો એ ટીમલી રાસ જેવા નૃત્ય રજૂ કરેલ અને બીજા દિવસે પારંપરિક ગીતો અને અલગ અલગ ઇન્સ્ટ્રુમેંટ જેવા કે ગીટાર, કીબોર્ડ વગાડવાની તેમજ સિંગીંગ પ્રતિયોગિતા યોજવામાં આવી અને ત્રીજા દિવસે પારંપરિક ડ્રેસ માં ફેમિલી સાથે નો મેગા રાસ ગરબા નું આયોજન કરવામાં આવેલ. પ્રોગ્રામ ના અંતિમ ચરણ માં ભાગ લીધેલ દરેક સ્પર્ધકને કંપની દ્વારા વિવિધ ઈનામ વિતરણ કરી, પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર પ્રોગ્રામ કંપની ના એક્સેક્યૂટિવ ડાયરેક્ટર શ્રી શાંતનુ કુમાર નાથ અને એચ. આર. હેડ શ્રી જયવીરસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ. આ ઉપરાંત, કંપનીના વિવિધ પ્લાન્ટ હેડ શ્રી ગૌરાંગ રાઉત, શ્રી પી. એસ. નારાયણન અને અશ્વિની મિશ્રા એ પણ હાજર રહી સ્પર્ધકો નો ઉત્સાહ વધારેલ. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન એચ. આર. ડિપાર્ટમેન્ટ ટીમ, કરન ઠક્કર, આશિષદાન ગઢવી, શાંતનુ પાંડે, સુબ્રત સાહુ, દેવ્યાની સોની, ભૂપેશ જોશી, નિતેશ રાય, રીમઝીમ ગુપ્તા, રવીરાજસિંહ જાડેજા, દીપક રેથલિયા,પ્રખર વિકાસ, રાજેન્દ્રસિંહ જાડેજા,કાલુ, અનિલ, પિયુષ, મહિપતસિંહ, મનજી વગેરેએ કરી પ્રોગ્રામ ને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપેલ.

રીપોર્ટ:રાણાભાઇ આહીર
ભચાઉ-કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here