ઇન્દ્રાડ ગામે જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા, જોટાણા તાલુકાના સુરજ ગામે એક યુવક ઉપર 3 ઈસમોએ હુમલો કર્યો

0
0

જોટાણા તાલુકાના સુરજ ગામે એક યુવક ઉપર 3 ઈસમોએ હુમલો કર્યો
જોટાણા તાલુકાના સુરજ ગામે કરિયાણાની દુકાને વસ્તુ લેવા ચાલતા જતા યુવકે બાઈક લઈને જતા ઈસમને કહ્યું કે, બાઈક તારું ધીરુ ચલાય અને મારાથી દૂર ચલાય નહિં તો મને અથડાઈ જશે. તો જેવી વાતમાં માથાકૂટ થઈ હતી અને જે વાતનું સમાધાન થઈ ગયું હતું. જે બાદ યુવક સાંજના સમયે દૂધ લેવા માટે ગયો હતો ત્યારે ત્રણ ઈસમો આવી પહોંચ્યા હતા અને યુવકને માર મારતા ઇજાઓ પહોંચી હતી. જેને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

જોટાણા તાલુકાના લાલજી ઠાકોર બુધવારે ચાલતા ગામની અંદર કરિયાણાની દુકાને વસ્તુ લેવા માટે ગયા હતા. જે દરમિયાન તેમના જ ગામનો અંકિત ઠાકોર બાઈક લઈને નીકળ્યો હતો. લાલજીએ કહ્યું કે, બાઈક તારું દૂર ચલાવ અને ધીમે ચલાવ મને અથડાશે તો જેવી વાતમાં અંકિતે લાલજી ઠાકોર સાથે અપશબ્દો બોલીને માથાકૂટ કરી હતી. જ્યાં આજુબાજુના લોકો આવી પહોંચતા અંકિત જતો રહ્યો હતો અને જતા જતા લાલજીને કહ્યું હતું કે, તું થોડીકવાર રહે હું મારા પિતાને લઈને આવું છું, જેવી વાત કરીને ત્યાંથી જતો રહ્યો હતો અને લાલજી પણ તેના ઘરે જતો રહ્યો હતો.

સુરજ ગામે બુધવારે સાંજના સમયે લાલજી ઠાકોર ઘરેથી ચાલતો નીકળીને દૂધ લેવા માટે આવ્યો હતો અને દૂધ લઈને ઘર તરફ જઈ રહ્યો હતો. જે દરમિયાન અંકિત તેના માતા-પિતાને લઈને રસ્તામાં આવી પહોંચી લાલજી જોડે અપશબ્દો બોલી માર મારવા લાગ્યા હતા. અંકિત લાલજીને કહેતો હતો કે તે મારા જોડે સવારે ઝઘડો કેમ કર્યો હતો એવું કહીને અંકિત અને તેના પિતા સહિત ત્રણ લોકોએ ધોકા અને લાકડીઓ વડે માર મારતા લોકો ભેગા થઈ ગયા હતા. ત્રણેય ઇસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. લાલજી ઠાકોરને ઇજાઓ પહોંચતા તે ઘરે પહોંચ્યો હતો અને ત્યાંથી ભાગ્યોદય હોસ્પિટલ સારવાર માટે પરિવાર દ્વારા લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાને લઇ કડી પોલીસે ત્રણ લોકો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

ઇન્દ્રાડ ગામે જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા…
કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અલગ અલગ વિસ્તારમાં જુગારને લગતી અને પ્રોહીબિશન લગતી ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન માહિતી મળી હતી કે ઇન્દ્રાડ ગામની સીમામાં કેટલાક ઈસમો પોતાના આર્થિક ફાયદા સારું જુગાર રમી રમાડી રહ્યા છે. પોલીસે રેડ કરીને ત્રણ ઈસમોને ઝડપી પાડી ગુનો દાખલ કર્યો હતો.

કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનનું સ્ટાફ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન ચડાસણા ચોકડી પાસે પહોંચતા ખાનગી રહે બાતમી મળી હતી કે ઇન્દ્રાડ ગામની સીમમાં આવેલ ગાયત્રી ડેરીની પાછળ ખરાબમાં કેટલાક ઈસમો જુગાર રમી રમાડી રહ્યા છે. નંદાસણ પોલીસે બાતમીના આધારે રેડ કરીને જુગાર રમતા અનવર ગુલાબનબી વોરા, સોયબ ઉર્ફે મામુ સબીરભાઈ ખલીફા, અહેમદ મહેબૂબભાઈ સિપાઈ (તમામ રહે મુશરફ કોર્ટ ઘુમટીયા ચોક કડી)ને રંગે હાથ ઝડપી પાડી રૂપિયા 4200નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય સામે ગુનો દાખલ કર્યો હતો.

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here