ઇડર સ્ટેટ બેન્ક આગળ 10 હજાર ની ચોરી કરતીબે મહિલા વિરુદ્ધ ફરિયાદ કરાયી.

0
6

ઇડર સ્ટેટ બેન્ક આગળ રોકડ સહિત ડોક્યુમેન્ટ ભરેલ થેલી ની ઉઠાંતરી કરતી મહિલા ને પકડી ઇડર પોલીસ ને સોંપાઈ..【ઇડર તાલુકામાં ચોરી ના અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે ઇડર બસ્ટેન્ડ ખાતે પાકીટ કે સોનાની ચેઇન ચોરાવના બનાવો બનતા રહેતા હોય છે. જ્યારે ધોળા દિવસે બેન્ક બહાર રકમ છીનવી ભાગવાના બનાવો બનતા ઇડર વશીઓમાં ડર નો માહોલ સર્જાયો છે. જ્યારે ગુનેગારો ને પોલીસ નો ડર જ ના હોય તેમ રોજે રોજ ચોરીઓ ને અંજામ આપી રહ્યા છે.】ઇડર SBI બેંકની બહાર ગુંદેલ ગામના જગાભાઈ વિરમાભાઈ વાઘરી ની થેલીમાંથી ડોક્યુમેન્ટ તથા રૂ ૧૦ હજાર ની ચોરી કરનાર બે મહિલાઓ વિરુદ્ધ ગુન્હો નોધતી ઇડર પોલીસ .પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઇડર શહેરની સરપ્રતાપ હાઇસ્કુલ સામે આવેલ SBI બેંકની બહાર તા ૨૦-૯-૨૧ ને બપોર ના ૨ વાગ્યા ને ખેડબ્રહ્મા તાલુકાના ગુંદેલ ગામના જગાભાઇ વિરમાભાઇ વાઘરીના હાથમાની પ્લાસ્ટિકની થેલીમાથી રાધાબેન બાવરી રહે લાખેડી રાજસ્થાન અને રાખી બાવરી રહે પાલનપુર બનાસકાંઠા ની બે મહિલાઓએ જગાભાઇ વાઘરીના હાથમાની પ્લાસ્ટિકની થેલીમાથી ડોક્યુમેન્ટ તથા રૂં.૧૦ હજાર રોકડા નજર ચુકવિ સેરવી લઇ ચોરી કરતા ભાવેશભાઇ જીવાભાઇ વાઘરી રહે .લક્ષ્મણગઢ એ આરોપી મહિલા રાધાબેન ઉપર શંકાના આધારે પીંછો કરી પકડી પાડી ઇડર પોલીસ સ્ટેશનમાં સોંપી હતી. જ્યારે બીજી મહિલા તકનો લાભ લઇ સ્થળ ઉપરથી ભાગી ગયેલ હતી. આ બે મહિલા આરોપીઓ વિરુદ્ધ જગાભાઇ વિરમાભાઇ વાઘરીએ ઇડર પોલીસ સ્ટેશને ડોક્યુમેન્ટ તથા રૂ. ૧૦ હજાર રોકડ રકમની ચોરી કરી લઇ ગયા અંગેની ફરિયાદ નોધાવતા ઇડર પોલીસ સ્ટેશનના હેકો મેહુલકુમારે બે મહિલાઓ વિરુદ્ધ ઇપીકો કલમ ૩૭૯,૧૧૪ મુજબ ગુન્હો નોધી આગળની કાયૅવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here