ઇડર..સાબલી મહાકાળી મંદિરે પગપાળા સંઘ નું સ્વાગત કરાયું.

0
3

સાબલી મહાકાલી મંદિરે નારાયણપુર (નારસોલી) નો પગપાળા સંઘ આવતા મંદિર ટ્રસ્ટ ધ્વારા સંઘનુ સ્વાગત કરવામાં આવ્યું .ઇડર તાલુકા સાબલી ગામે ડુંગર ઉપર આવેલ મહાકાળી મંદિર ખૂબ પ્રખ્યાત છે. દિવસે દિવસે મંદિર ખૂબ પ્રસિદ્ધિ પામી રહ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ “માઁ” ના દર્શને આવે છે. કુદરતી સૌંદર્ય સાથે ઊંચા ડુંગર ની અંદર ગુફામાં માતાજી મહાકાળી બિરાજમાન છે .” માઁ “નું રૂપ જોઈને જ ભક્તો આવક બની જાય છે.જાણે ” માઁ ” નો સાક્ષાત કાર થતો હોય તેવી અનુભૂતિ થાય છે. મંદિર નો વિસ્તાર એટલો આહલાદક છે કે દર્શને આવનાર ભક્તો રમણીય વાતાવરણ માં ” માઁ “ના ખોળે આવી શાંતિ નો અનુભવ કરે છે. અહીં મંદિરે દર્શન માટે રવિવાર તથા પૂનમના દિવસે મેળા જેવો માહોલ સજાૅય છે . રવિવારના રોજ અરવલ્લી જીલ્લાના ભીલોડા તાલુકાના નારાયણપુર (નારસોલી) થી મિત્ર મંડળ ઠાકોર સમાજના ૩૦૦ માઇભક્તો પગપાળા સંઘ રથ લઇ સાબલી મહાકાલી મંદિરે આવી પહોચતા મંદિર ટ્રસ્ટ ધ્વારા પગપાળા સંઘનુ સ્વાગત કરવામાં આવ્યું હતુ. અને પગપાળા સંઘના ભક્તો એ મહાકાલી માતાજીના દર્શન કરી ધન્ય બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here