ઇડર…વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક મેડિકલ કીટ ની પહેલ કરાઈ

0
7

વીર પ્રતાપ ફાઉન્ડેશનની એક અનોખી પહેલ… હવે જરૂરિયાતમંદ લોકોને મેડિકલ કીટ નિશુલ્ક ઉપયોગ માટે આપશે… અને તે પણ વિનામુલ્યે..કોરોના કાળમાં હિંમતનગરના વીર પ્રતાપ ફાઉન્ડેશનને લોકોની સેવા કરવામાં કોઇ કમી નથી રાખી… નિશુલ્ક ભોજન હોય કે પછી હોય રહેવાની વ્યવસ્થા…. વીર પ્રતાપ ફાઉન્ડેશન આ તમામમાં હંમેશા અગ્રેસર રહ્યું છ…. ત્યારે હવે વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિઓને મેડિકલ કીટ ઉપયોગ માટે આપવાનું શરૂ કરાયુ છે… વિર પ્રતાપ ફાઉન્ડેશન ના સ્થાપક ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો કોઈ વ્યક્તિને હાઇડ્રોલિક બેડ, વોકર,બેક રેસ્ટ, ઓક્સિજન સિલિન્ડર, ટોયલેટ ચેર, બગલ ગોડી, યુરીન પોટ, એર બેડ, વોટર બેડ, મેડિકલ બેડ, વ્હીલચેર અથવા તો સ્ટીકની જરૂર હોય તો વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા આ તમામ વસ્તુઓ લોકોને નિશુલ્ક આપવાનું આયોજન કરવામાં આવ્યુ છે… આ ઉપરાંત કોઈપણ વ્યક્તિના પરિવારજનો આવી કોઈ અવસ્થામાંથી પસાર થયા હોય અને તેમની પાસે આવા કોઈ મેડિકલના સાધનો પડ્યા હોય અથવા બંધ પડ્યા હોય તો વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા તેનું રિપેરીંગ કરી અને જરૂરિયાતમંદ દર્દીઓને આ સાધનોનો ઉપયોગ માટે અપાશે… ત્યારે ફાઉન્ડેશનના વનરાજસિંહ રાઠોડ 9998830309 અને ઉત્પલ ભાઈ પંચાલ 8160004370 ના કોન્ટેક નંબર ઉપર મેડિકલની કીટ લેવા માટે અને કોઈએ દાન કરવી હોય તો પણ સંપર્ક કરવા જણાવાયું છે.આ કાર્ય મા કે કે પટેલ, મયુરભાઈ પ્રજાપતિ, દર્શનભાઈ માંડલિયા, પીન્ટુ સિંહ રાજપૂત, જીંકેશભાઈ નાઈ હાજર રહ્યા હતા.ઇડર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here