ઇડર માં બંગડી ધોવાના બહાને બે ગઠિયા કળા કરી ગયા

0
40

ઇડરના કુંડ વિસ્તારમાં બે ગઠિયાઓ બંગડી ધોવાના બહાને 1.25 લાખની સોનાની બંગડી લઇ થયા ફરાર

સાબરકાંઠા જિલ્લાના ઇડર માં છેતર પિંડી નો એક બનાવ બનવા પામ્યો છે. જેમાં ગઠિયો સોનાના દાગીના ધોવાના બહાને સોનાની બંગડી લઈને ફરાર થઈ ગયો હતો. બનાવને વિગતે જોતા ઇડર જુનાબજાર કુંડ વિસ્તાર મા દીગંબર દેરાસરની સામે રહેતા રસીલાબેન દીલીપભાઇ દોષી નામની મહિલા ઘરે હતા તે દરમ્યાન મોટરસાયકલ પર આવેલ બે અજાણ્યા ઇસમોએ સોના ચાંદીના દાગીના સાફ કરવાનો ધંધો કરતા હોવાનું જણાવી વિશ્વાસમા લઇ રસીલાબેના હાથમાની બે સોનાની બંગડીઓ ધોઇ આપવાના બહાને કઢાવી સાફ કરી આપવાનું કહિ હળદરવાળા પાણીમાં નાખી રસીલાબેન ને વાતોમા ભોળવી કોઇપણ યુક્તિ પ્રયુક્તિથી રસીલાબેનની સોનાની બંગડીઓ નંગ-૨ અઢીતોલાની કિ.રૂ. ૧,૨૫,૦૦૦ ની લઈ ફરાર થઈ ગયા હતા. જેને લઈ વિશ્વાસઘાત છેતરપીંડી થયા ની ફરિયાદ રસીલાબેન દીલીપભાઇ દોષીએ ઇડર પોલીસ મથકે નોંધાવી હતી. ઇડર પોલીસે ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

ઇડર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here