ઇડર માં આઇટેન કારમાંથી કાચ તોડી રોકડ સહિત દસ્તાવેજ ની ચોરી…

0
6

ઇડરની સીટી લાઇટ હોટલ આગળ પાકૅ કરેલ આઇટેન કારમાથી દસ્તાવેજો તથા રૂ 15 હજારની ચોરી થતા ફરિયાદ નોધાઇ વડાલી તાલુકાના મઠ ગામના જગદીશભાઇ પરાગભાઇ પરમાર ની હુન્ડાઇ આઇટેન કાર નં GJ 09 BG 5783 લઇને તા. ૧ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ ઇડર આવ્યા હતા. અને દિવસ દરમ્યાન બજારનુ કામ પતાવી સાંજના સાતેક વાગ્યાના સુમારે ઇડર સીટી લાઇટ હોટલ આગળ પાકૅ કરી હોટલમાં નાસ્તો કરવા જઈ નાસ્તો કરી પરત ગાડી પાસે આવતા ગાડી નો ખાલી સાઇડના પાછળના દરવાજાનો કાચ તુટેલો જોતા ગાડીમા રાખેલી કાળા કલરની બેગ જોવા ન મળતા તે બેગની અંદર જરૂરી અસલ દસ્તાવેજો ,બેંક ની ચેકબુકો તથા રોકડ રકમ રૂ. ૧૫ હજાર ચોરી થઇ હોવાનુ જણાતા આજુ બાજુ તપાસ કરતા ન દેખતા ગાડીનો કાચ તોડી ચોરી થયાનું માલુમ પડ્યું હતું. જેથી જગદીશભાઇ પરમારે આ ચોરી અંગેની ફરિયાદ ઇડર પોલીસ સ્ટેશને નોધાવતા ઇડર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ એન.આર.ઉમટે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here