ઇડર બસ સ્ટેન્ડ રોડ પર એક મહિલા ઉપર મેલું નાખી પહેરેલા દાગીના ની લૂંટ કરાઈ

0
2

ઇડર તાલુકાના ચાડપ ગામના પ્રવિણાબેન પંકજભાઈ પરમાર 17 ઓગસ્ટ ગુરૂવારના રોજ ઈડર બસ સ્ટેન્ડથી એપોલો તરફ જઇ રહ્યા હતા તે દરમ્યાન બે અજાણ્યા ઈસમોએ રોડની સાઈડમાં ઉભા રખાવી મહિલા ઉપર મેલી વસ્તુ નાખી ગળામાં પહેરેલ સોનાનો એક તોલાનો દોરો કિ.રૂ. 60 હજાર તથા બંન્ને કાનમાં પહેરેલ સોનાની બુટ્ટીઓ નંગ 2 અડધા તોલાની કિ.રૂ. 30 હજાર ની મળી કુલ રૂ 90 હજારના સોનાની વસ્તુઓ મહિલાની નજર ચુકવી ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પ્રવિણાબેન પરમાર દ્વારા બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધવી હતી.

સંજય નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here