ઇડર..બડોલી બસ્ટેન્ડ આગળ પડેલો ખાડો સ્થનિકો જાતમહેનતે પુરવા મજબુર બન્યા.

0
7

બડોલી બસ્ટેન્ડ આગળ હાઇવે પર સામન્ય વરસાદ પડતાં જ રોડ વચ્ચે મોટો ખાડો પડી જાય છે. જ્યારે 10 તારીખે પડેલા વરસાદમાં રોડ પર જોખમી ખાડો પડી ગયો હતો જેના સમાચાર પણ પ્રસિદ્ધ કરાયા હતા. તેમજ લાગતા વળગતા ઇડર આર એન્ડ બી વિભાગના કર્મચારી પાટીલ સાથે ટેલીફોનીક વાતચીત કરી જાણ પણ કરાઈ હતી.પરંતુ આજ સુધી નિષ્ઠુર તંત્રને કોઈ અકસ્માત કે અણબનાવ ની પડી ના હોય એમ ખડો પુરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલના સમયમાં અંબાજી થી પરત ફરતા સંઘ અને ટુવિહકલ સવાર ખાડાથી અજાણ હોઈ અનેક વાર પટકાવાના બનાવ બનવા પામ્યા છે. જ્યારે સતત ચાલતાં ટ્રાફિક અને રાત્રી દરમ્યાન અજાણ્યા વાહન ચાલક સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખી સ્થાનિકો દ્વારા ખાડો પુરવા મજબૂર બની જહેમત ઉઠાવી માનવતા નું કાર્ય કરાયું હતું. જ્યારે જેમની ફરજમાં આવે છે તેવા અધિકારી અને કર્મચારીઓ પોતાના કામ પ્રત્યે ની ફરજ કે વફાદારી ન દેખાડતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here