ઇડર..બડોલી પ્રમુખ સ્વામી લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ઓઝોન દિવસ ની ઉજવણી કરાઈ.

0
11

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર અને પ્રમુખસ્વામી લોક વિજ્ઞાન કેન્દ્ર બડોલી ,સાબરકાંઠા દ્વારા તારીખ 16સપ્ટેમ્બર 2021 ગુરૂવારના રોજ વિશ્વ આેઝોન દિવસ ની ઉજવણી કરવામાં આવી .ઓઝોન દિવસની ઉજવણી નિમિત્તે popular લેક્ચર, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા નું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું .popular લેક્ચર ની અંદર વિજ્ઞાન શિક્ષક શ્રી અંતરીક્ષ જોષી દ્વારા ઓઝોન વાયુના મહત્વ અને ઓઝોન સ્તરમાં ગાબડા પડવાથી માનવજાતિ અને પૃથ્વીના વાતાવરણ પર થયેલી અસરો વિષે વાત કરી સાથે સાથે ચિત્ર સ્પર્ધા નું આયોજન કરેલ હતું .ચિત્ર સ્પર્ધાનો મુખ્ય વિષય ઓઝોન બચાવો, પૃથ્વી બચાવો હતું ઘણી બધી શાળાના બાળકોએ આની અંદર બાળકોએ ભાગ લીધો સમગ્ર કાર્યક્રમનું આયોજન સંવાહક દિપકભાઈ પટેલ અને પ્રોગ્રામ ઓફિસર અનિલભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here